પૉર્ન જોતા પકડાયેલા ધારાસભ્યને મળી કર્ણાટકના ડેપ્યુટી સીએમની જવાબદારી
કર્ણાટકના ત્રણ ઉપમુખ્યમંત્રીઓમાંથી એક લક્ષ્મણ સાવદીને ઉપમુખ્યમંત્રી બનાવવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સવાલ કોઈ બીજાએ નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્યએ ઉઠાવ્યા છે.
કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાની આગેવાનીવાળી સરકારમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. આ સાથે જ કર્ણાટકમાં 3 ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પા સરકારમાં લક્ષ્મણ સાવદી, ગોવિંદ એમ કરજોલ અને અશ્વથ નારાયણ ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પરંતુ ત્રણે ઉપમુખ્યમંત્રીઓમાંથી એક લક્ષ્મણ સાવદીને ઉપમુખ્યમંત્રી બનાવવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સવાલ કોઈ બીજાએ નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્યએ ઉઠાવ્યા છે.

અશ્લીલ વીડિયો જોતા કેમેરામાં થયા હતા કેદ
વાસ્તવમાં તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં સાવદી અને અન્ય બે ભાજપ ધારાસભ્યોના કારણે ભાજપને શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ હતુ. કારણકે આ લોકો વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો કે બાદમાં આ લોકોએ આ મામલે સફાઈ આપી હતી કે તે એજ્યુકેશનના ઉદ્દેશ્યથી તે જોઈ રહ્યા હતા. જેથી રેવ પાર્ટી વિશે જાણી શકે.

પાર્ટીના ધારાસભ્યએ જ ઉઠાવ્યા સવાલ
યેદિયુરપ્પાના નજીક ગણાતા ભાજપ ધારાસભ્ય રેણુકાચાર્યએ લક્ષ્મણ સાવદીને સરકારમાં શામેલ કરવાનો વિરોધ કર્યો છે. રેણુકાચાર્યએ પૂછ્યુ કે ચૂંટણી હારવા છતા તેમને (લક્ષ્મણ સાવદી) મંત્રી તરીકે શામેલ કરવાની શું જરૂર પડી ગઈ? તમને જણાવી દઈએ કે સાવદી ગયા વર્ષે રાજ્યમાં થયેલી ચૂંટણાં કોંગ્રેસના મહેશ કુમટલ્લીથી હારી ગયા હતા. જેમને ગઈ ગઠબંધન સરકારમાં બાગી થયા બાદ વિધાનસભા સ્પીકરે અયોગ્ય ઘોષિત કરી દીધા છે.

શું બોલ્યા લક્ષ્મણ સાવદી
વળી, કર્ણાટકના ઉપમુખ્યમંત્રી લક્ષ્મણ સાવદીએ બેંગલુરુમાં કહ્યુ કે રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓએ મને ડેપ્યુટી સીએમ બનાવ્યો છે. તેમણે મારામાં વિશ્વાસ દર્શાવ્યો છે. હું પાર્ટીને મજબૂત બનાવીશ અને સરકાર માટે સારુ કામ કરીશ. મે આ પદ નથી માંગ્યુ. વરિષ્ઠ નેતાઓએ મને આપ્યુ છે અને મે તેનો સ્વીકાર કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
