Karnataka Election : બીજેપી ધારાસભ્યએ યુપીનું એન્કાઉન્ટર મોડલ લાગુ કરવાની વાત કરીને વિવાદ છેડ્યો
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. હવે બીજેપીના એક ધારાસભ્યએ યુપીનું એન્કાઉન્ટર મોડલ લાગુ કરવાની વાત કરી છે. આ નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને બીજેપી આરોપ-પ્રત્યારોપ કરીને આક્રમક પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે બીજેપી ધારાસભ્યએ વિવાદ છેડ્યો છે. બીજેપી ધારાસભ્ય બસવાનગૌડા પાટીલ યતનાલે ચૂંટણી રેલીમાં યુપી મોડલ લાગુ કરવાનું નિવેદન આપ્યુ છે.

ચૂંટણી રેલીમાં જનતાને સંબોધતા ધારાસભ્ય બસવાનગૌડાએ કહ્યું કે, અમે કર્ણાટકમાં યોગી મોડલ લાગુ કરીશું અને જે ભારત વિરુદ્ધ બોલશે અને કામ કરશે તેને એન્કાઉન્ટરનો સામનો કરવો પડશે. બીજેપી ધારાસભ્યએ કર્ણાટકમાં યોગી મોડલ ઓફ ગવર્નન્સની વાત કરીને કર્ણાટકમાં નવો વિવાદ સર્જ્યો છે.
જો કે આ પહેલો વિવાદ નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહીને વિવાદ સર્જ્યો હતો. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ મતગણતરી થશે.
ખડગેના નિવેદનનો જવાબ આપતા બીજેપી ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો સોનિયા ગાંધીને વિષકન્યા કહીને તેમનું અપમાન કર્યું હતું. બે દિવસ પહેલા ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ધારાસભ્ય પુત્ર પ્રિયંક ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયોગ્ય પુત્ર કહીને વિવાદ છેડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
