કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પા લાંચ કેસમાં દોષી, જાણો બીજેપીને કેટલો મોટો ઝટકો?

કર્ણાટકમાં હવે વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે અને તમામ પક્ષો ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે ત્યારે હવે બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર,યદુરપ્પાના નજીકના નેતા મદલ વિરુપક્ષપ્પા લાંચ કેસમાં દોષી સાબિત થયા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા લાંચના આરોપમાં ધરપકડ બીજેપી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પા ઉપરાંત તેમના પુત્ર પર પણ લાંચ લેવાના ગંભીર આરોપો લાગ્યા છે.
ચન્નાગિરી સીટથી બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાએ માર્ચમાં તેમના પુત્રની લાંચના કેસમાં ધરપકડ થતા કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાએ રાજીનામું આપતા દાવો કર્યો હતો કે તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ ષડયંત્ર રચાયું હતું. મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ આ મામલાની નિષ્પક્ષ તપાસનો વાયદો કર્યો હતો.
હૃદય સંબંધિત બિમારીને કારણે તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમના પુત્ર મદલ મલ્લિકાર્જુનને ભાજપના ઉમેદવાર તરીકે મતવિસ્તારમાંથી ઉભા કરવાનો નિર્ણય લીધો હતો. મલ્લિકાર્જુન દાવણગેરે યુનિવર્સિટી સિન્ડિકેટના સભ્ય પણ છે. તેમણે તેમના પિતા વતી મતવિસ્તારમાં ઘણી જાહેર ફરિયાદોનું નિરાકરણ કર્યું છે. મલ્લિકાર્જુન પોતાને પિતાના અનુગામી તરીકે રજૂ કરી રહ્યા છે. હવે તેને 2023ની વિધાનસભા ચૂંટણીમાં સખત પડકારનો સામનો કરવો પડી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, BWSSBમાં ચીફ એકાઉન્ટન્ટ પ્રશાંત મદલ તેના પિતા વતી 40 લાખની લાંચ લેતી લોકાયુક્ત પોલીસ દ્વારા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા વિરુપક્ષપ્પાએ કોંગ્રેસથી રાજનીતિની શરૂઆત કરી હતી.
તે 2004માં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય હતા. 2008માં પ્રથમ વખત ચૂંટાયેલા વિરુપક્ષપ્પા બીએસ યેદિયુરપ્પાની નજીક મનાય છે. બીજેપી પહેલા તે પૂર્વ સીએમ યેદિયુરપ્પાની પાર્ટી કર્ણાટક જનતા પક્ષમાં પણ જોડાયા હતા. વિરુપક્ષપ્પાએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી.
ત્યારબાદ વિરુપક્ષપ્પા યેદિયુરપ્પા સાથે ફરીથી ભાજપમાં જોડાયા અને 2018 માં ભાજપની ટિકિટ પર ચન્નાગિરી બેઠક પરથી ચૂંટણી જીતી. વિરુપક્ષપ્પાને ત્રણ પુત્રો મદલ મલ્લિકાર્જુન, પ્રશાંત મદલ અને રાજુ મદલ છે. તેમની પત્નીનું નામ લીલાવતી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
