ભાજપ મેમાં જાહેર કરી શકે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી

આ ક્રમમાં સપાએ તો પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ જ ક્રમમાં હવે ભાજપ પણ પોતાના લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી આવતા મહિને એટલે કે મે 2013માં જાહેર કરશે એવી અટકળો સાંભળવા મળી રહી છે.
ભાજપ હજી પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરવું તે અંગેની ગૂંચવણમાંથી બહાર નીકળી શક્યો નથી. પણ ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહની ટીમ ચાલુ મહિનાના અંતિમ સપ્તાહથી લોકસભાની ચૂંટણીની મોરચો સંભાળી લેશે. આ સાથે જ તેમની ટીમ આ વર્ષે નવેમ્બરમાં લોકસભાની ચૂંટણીની સંભાવનાને પગલે પોતાના મોટા નેતાઓની ઉમેદવારીની જાહેરાત મે મહિનામાં કરી શકે છે.
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. બીજા મોટા નેતાઓમાં એકાદ-બેને બાદ કરતા તમામ પોતાની વર્તમાન બેઠકો ઉપરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે એવી ધારણા બાંધવામાં આવી રહી છે. પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરો કમર કસીને લોકસભા ચૂંટણીમાં પાર્ટીને આગળ લાવવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત રાજયસભાના ટોચના ભાજપના સાંસદો લોકસભાની ચૂંટણી લડવાને બદલે મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવશે.
ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ આ મહિનાના અંત સુધીમાં બાકી ટીમના રચનાની સાથે સંગઠન તથા વિધાનસભા ચૂંટણીવાળા રાજયોના પ્રભારીઓના નામોને અંતિમ ઓપ પણ આપવાના છે. આ સાથે લોકસભાની ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવશે. હાલ કોઇપણ વિવાદથી બચવા માટે પક્ષ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત પોતાના તમામ નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
આ દરમિયાન અમદાવાદની મુલાકાત સમયે રાજનાથસિંહે જણાવ્યુ હતું કે, અડવાણી પક્ષના નેતા અને માર્ગદર્શક છે. વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ બનશે ? તેનો નિર્ણય યોગ્ય સમયે સંસદીય બોર્ડ લેશે. તેમણે એમ પણ કહ્યુ હતું કે, કોણ કયાંથી લડશે તેનો નિર્ણય ચૂંટણી સમિતિ લેશે. ચૂંટણી સમિતિનો નિર્ણય સૌને માન્ય હશે.
વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પક્ષ ઉતાવળ નહિ કરે. કર્ણાટકના પરિણામો આવ્યા બાદ પક્ષ રણનીતિને લઇને મંથન કરશે અને પછી નક્કી કરવામાં આવશે કે, લોકસભા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી અભિયાન સમિતિની રચના કયારે કરવી. પક્ષ સીધેસીધુ મોદીને પીએમ પદના ઉમેદવાર નહી બનાવે પરંતુ તેમને સમિતિનું સુકાન સોંપીને પોતાના ઇરાદા જાહેર કરી દેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
