BJPએ 15 રાજ્યોમાં બનાવ્યા નવા પ્રભારી - સહ પ્રભારી, જાહેર કરી યાદી, આ નેતાઓને મળી મોટી જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં મોટી જવાબદારીઓની વહેંચણી કરી છે. અનેક રાજ્યોના પ્રભારી અને સહ-ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેવને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ
ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં મોટી જવાબદારીઓની વહેંચણી કરી છે. અનેક રાજ્યોના પ્રભારી અને સહ-ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેવને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ બિહારના પૂર્વ મંત્રી મંગલ પાંડેને પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને પૂર્વોત્તર રાજ્યોના કો-ઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. વિનોદ તાવડેને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે હરીશ દ્વિવેદીને બિહારના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બિપ્લબ કુમાર દેબને હરિયાણા ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી, બીજેપીના વરિષ્ઠ નેતા બિપ્લબ કુમાર દેબજીને બીજેપી હરિયાણાના પ્રભારી તરીકે નિયુક્ત થવા પર હાર્દિક અભિનંદન. તમારા રાજકીય અનુભવ અને માર્ગદર્શનથી હરિયાણા ભાજપનું સંગઠન ચોક્કસપણે વધુ શક્તિશાળી અને મજબૂત બનશે.
બિહાર
- પ્રભારી- વિનોદ તાવડે
- સહ-પ્રભારી- હરીશ દ્વિવેદી
છત્તીસગઢ
- પ્રભારી- ઓમ માથુર
- સહ પ્રભારી- નીતિન નબીન
દાદરા અને નગર હવેલી
- પ્રભારી- વિનોદ સોનકર
હરિયાણા
- પ્રભારી- વિપ્લવ દેવ
ઝારખંડ
- પ્રભારી- લક્ષ્મીકાંત બાજપેયી
કેરળ
- પ્રભારી- પ્રકાશ જાવડેકર
- સહ પ્રભારી- રાધા મોહન અગ્રવાલ
લક્ષદ્વીપ
- પ્રભારી- રાધા મોહન અગ્રવાલ
મધ્ય પ્રદેશ
- પ્રભારી- મુરલીધર રાવ
- સહ પ્રભારી- પંકજા મુંડે
- સહ પ્રભારી- રામશંકર કઠેરીયા
પંજાબ
- પ્રભારી- વિજય રૂપાણી
- સહ પ્રભારી- નરિંદર સિંહ રાણા
તેલંગણા
- પ્રભારી- તરૂણ ચુગ
- સહ પ્રભારી- અરવિંદ મેનન
ચંડીગઢ
- પ્રભારી- વિજય રૂપાણી
રાજસ્થાન
- પ્રભારી- અરૂણ સિંહ
- સહ પ્રભારી- વિજય રાહતકર
ત્રિપૂરા
- પ્રભારી- મહેશ શર્મા
પશ્ચિમ બંગાળ
- પ્રભારી- મંગલ પાંડે
- સહ પ્રભારી- અમિત માલવીયા
- સહ પ્રભારી- આશા લાકરા
પૂર્વોત્તર રાજ્ય
- પ્રભારી- સંબિત પાત્રા
- સહ પ્રભારી- રિતુરાજ સિંહા
નોંધનીય છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહે તાજેતરમાં દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. બેઠકમાં ભાજપનું સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન 140 થી વધુ સંસદીય ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં પાર્ટીની સ્થિતિ નબળી છે. આ નેતાઓને આ સંસદીય ક્ષેત્રોમાં જઈને પાયાના સ્તરે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કરીને પાર્ટીને મજબૂત બનાવી શકાય. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે વિપક્ષ ભાજપ વિરુદ્ધ સતત એકત્ર થઈ રહ્યો છે તે જોતા ભાજપે પણ પોતાની રણનીતિ તૈયાર કરી દીધી છે અને બૂથ સ્તર પર ફરી એકવાર પાર્ટી નબળા સંસદીય ક્ષેત્રને મજબૂત કરવા પર જોર આપવા જઈ રહી છે.
BJP appoints party's state incharges & co-incharges for states
— ANI (@ANI) September 9, 2022
Ex-Tripura CM Biplab Deb to be the incharge of Haryana,ex-Gujarat CM Vijay Rupani to be that of Punjab-Chandigarh, ex-Bihar Minister Mangal Pandey to be that of WB & Sambit Patra to be coordinator of northeast states pic.twitter.com/z80tMyGYQw
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
