'ભાજપે ચૂંટણીનુ બેલેટ બૉક્સ જ લૂંટી લીધુ', મનીષ સિસોદિયાએ Video શેર કરીને લગાવ્યા મોટા આરોપ
આમ આદમી પાર્ટીએ એક વીડિયો શેર કરીને ભાજપ કાઉન્સિલરો પર બેલેટ બૉક્સ લૂંટવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
Manish Sisodia Attacks BJP: આમ આદમી પાર્ટીના નેતા શૈલી ઓબેરૉયને દિલ્લીના નવા મેયર બનાવવામાં આવ્યા છે. મેયરની ચૂંટણી પૂરી થયા પછી થોડા કલાકોમાં જ દિલ્લી નગર નિગમની સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી થઈ. સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીને લઈને પણ એમસીડી હાઉસમાં જોરદાર હંગામો થયો અને ધક્કા-મુક્કી અને તોડફોડ થઈ. કાઉન્સિલરોએ એકબીજા પર જૂતા અને બોટલો ફેંકી. મોડી રાત સુધી હાઉસમાં હંગામો ચાલ્યો. હવે આમ આદમી પાર્ટીએ એક વીડિયો શેર કરીને ભાજપ કાઉન્સિલરો પર બેલેટ બૉક્સ લૂંટવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

તમને જણાવી દઈએ કે દિલ્લીમાં મેયરની ચૂંટણી પૂરી થયા પછી દિલ્લી નગર નિગમની સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી થઈ. જેમાં ભાજપ અને આપ કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ કાઉન્સિલરો દ્વારા નારેબાજી કરવા પર હાઉસને સ્થગિત કરવુ પડ્યુ. આ દરમિયાન સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ કે કાઉન્સિલરો બેલેટ બૉક્સને જ ઉઠાવીને ફેંકી દીધુ. આ દરમિયાન થયેલા હોબાળા અને મારપીટનો વીડિયો પણ સામે આવ્યો છે.
દિલ્લીના નવા મેયર શૈલી ઓબેરૉયે ભાજપના કાઉન્સિલરો પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ, 'તેમણે મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ છે ભાજપની ગુંડાગીરીની ચરમસીમા, તેમણે મહિલા મેયર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.' તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ હંગામાનો વીડિયો ટ્વીટ કરીને લખ્યુ કે, 'ભાજપના મેયરપદના ઉમેદવાર રેખા ગુપ્તાની હારનો આક્રોશ જુઓ, સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં હાઉસમાં આખી રાત હોબાળો, તોડફોડ, હિંસા અને ગુંડાગીરી કરી અને સ્થાયી સમિતિની ચૂંટણી થવા દેવામાં આવી ન હતી.'
આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ભાજપના કાઉન્સિલરો પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. ટ્વીટમાં લખ્યુ, 'ભાજપના લોકોએ બેલેટ બૉક્સ ચોરી લીધુ. ભાજપના મેયર ઉમેદવાર પોતે તોડફોડ કરી રહ્યા છે. આ છે ભાજપના ગુંડાઓની વાસ્તવિકતા જે આજે આખા દેશની સામે છે!'
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ભાજપના કોર્પોરેટરો પર સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી માટે મતપેટીઓ લૂંટવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મનીષ સિસોદિયાએ લખ્યુ, '17 વર્ષ સુધી ભાજપે MCDમાં બેસીને દિલ્લીની જનતાને લૂંટી અને હવે જ્યારે જનતાએ તેમને હરાવ્યા ત્યારે સ્થાયી સમિતિની ચૂંટણી માટે મતપેટી લૂંટી છે. ગુંડાગીરીની હદ છે એ ભાજપવાળાની...'
BJP Mayor Candidate @gupta_rekha की हार की बौखलाहट देखिये‼️
— AAP (@AamAadmiParty) February 23, 2023
Supreme Court के निर्णय के बावजूद, पूरी रात सदन में
▪️हंगामा किया
▪️तोड़फोड़ की
▪️मारपीट और गुंडागर्दी की
और Standing Committee का Election नहीं होने दिया pic.twitter.com/SW3Rs6V88x
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
