પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને ગણાવ્યો 'દેશભક્ત', તો ભાજપે કહ્યું માફી માંગો!
પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને ગણાવ્યો 'દેશભક્ત', તો ભાજપે કહ્યું માફી માંગો!
નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર અને માલેગાંવ બ્લાસ્ટ મામલાના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. તેમના આ નિવેદન બાદ રાજકીય બબાલ મચી છે. જ્યારે ભાજપે આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેઓ આ નિવેદનની નિંદા કરે છે. ભાજપ ક્યારેય ગોડસેને દેશભક્ત નથી માનતું. તેમણે પોતાના આ નિવેદન બદલ માફી માંગવી જોઈએ.

પ્રજ્ઞાના નિવેદન બાદ ભાજપ તરફથી આ મામલે સ્પષ્ટતા આપતાં પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલ 'ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે' વાળા નિવેદનથી ભાજપ સહમત નથી અને તેની નિંદા કરે છે. આ મામલે પાર્ટી તેમની પાસેથી સ્પષ્ટતા માંગશે અને તેમને સાર્વજનિક રીતે આ નિવેદન આપવા બદલ માફી માંગવા કહેશે. સાધ્વીના આ વિવાદિત નિવેદન પર અન્ય પાર્ટીઓએ ભાજપ પર સીધો હુમલો બોલી દીધો છે.
GVL Narasimha Rao, BJP on Pragya Singh Thakur's statement "Nathuram Godse was, is & will remain a 'deshbhakt": BJP does not agree with this statement, we condemn it. Party will ask her for clarification, she should apologise publicly for this statement. pic.twitter.com/yBEs8nQoWW
— ANI (@ANI) May 16, 2019
કોંગ્રેસ તરફથી રણદીપ સિંહ સુરજેવાલાએ આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે 'ગોડસેના ઉત્તરાધિકારીઓ દ્વારા ભારતની આત્મા પર હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતા રાષ્ટ્રપિતાના હત્યારાને એક સાચા રાષ્ટ્રવાદીના રૂપમાં વર્ણિત કરી રહ્યા છે. જ્યારે દેશ માટે જાન આપનાર હેમંત કરકરે જેવા લોકોને દેશદ્રોહી ગણાવે છે. હવે સ્પષ્ટ છે, ભાજપાઈ ગોડસેના વંશજ છે. ભાજપાઈ ગોડસેને દેશભક્ત અને હેમંત કરકરેને દેશદ્રોહી ગણાવે છે. હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન જ ભાજપાઈ ડીએનએ છે. મોદી-શાહની પસંદિત પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર ગાંધીજીના હત્યારામ નથુરામ ગોડસેને સાચો દેશભક્ત ગણાવી આખા દેશનું અપમાન કર્યું છે.'
मोदी-अमित शाह जी की चहेती भाजपा नेत्री, प्रज्ञा ठाकुर ने एक बार फिर गांधी जी के हत्यारे, नाथूराम गोडसे को ‘सच्चा देशभक्त’ बता पूरे देश का अपमान किया है।
— Randeep Singh Surjewala (@rssurjewala) May 16, 2019
यह भारत के गांधीवादी मूल सिद्धांतों का तिरस्कार करने का घिनौना भाजपाई षडयंत्र है।
हमारा बयान:- pic.twitter.com/wolOD9BmtW
જ્યારે નેશનલ કોન્ફ્રેન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જો રાષ્ટ્રપિતાનો હત્યારો દેશભક્ત હતો તો શું મહાત્મા ગાંધી દેશવિરોધી હતા? જ્યારે પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણી પર ભોપાલથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું કે 'મોદી જી, અમિત શાહજી અને રાજ્ય ભાજપે આ નિવેદન બદલ દેશની માફી માંગવી જોઈએ. હું આ નિવેદનની નિંદા કરું છું, નથુરામ ગોડસે એક હત્યારો હતો, તેની મહિમા કરવી દેશભક્તિ નહી, દેશદ્રોહ છે.'
આ પણ વાંચો- સાધ્વી પ્રજ્ઞાનું વિવાદસ્પદ નિવેદન, નાથુરામ ગોડસેને ગણાવ્યા 'દેશભક્ત'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
