ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ
ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ
નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી દીધી છે. ગુરુવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા જેપી નડ્ડાએ જણાવ્યું કે પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. અમિત શાહ ગાંધીનગરથી અને રાજનાથ સિંહ લખનઉથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પહેલા જ લોકસભા ચૂંટણી માટે 6 યાદી જાહેર કરી ચૂક્યું છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો છે.

ભાજપે જાહેર કરી પહેલી યાદી
ભાજપે પહેલી યાદીમાં 182 લોકસભા સીટ પર ઉમેદવારોનું એલાન કર્યું છે. જેપી નડ્ડાએ જણાવ્યું કે ગૌતમબુદ્ધ નગરથી મહેશ શર્મા, બાગપતથી સત્યપાલ સિંહ, મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ ચૂંટણી લડશે. જ્યારે ગાઝિયાબાદથી વીકે સિંહને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ફરી ટિકિટ આપવામાં આવી છે જેઓની સામે રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં છે.

અડવાણીની સીટ પર અમિત શાહ ચૂંટણી લડશે
મથુરાથી હેમા માલિનીને ફરી ટિકિટ આપવામાં આવી છે. સાક્ષી મહારાજ ઉન્નાવથી ચૂંટણી લડશે. પહેલા તેમની ટિકિટ કપાય તેવા અહેવાલ હતા. નાગપુરથી ભાજપના પૂર્વ રાષ્ટ્રય અધ્યક્ષ નીતિન ગડકરી ચૂંટણી લડશે. જ્યારે લાલ કૃષ્ણ અડવાણીનું આ વખતે પત્તું કપાયું છે. તેમની સીટ પર પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે.

2014માં આવી હતી 282 સીટ
આ વખતે લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે દરમિયાન સાત તબક્કામાં થશે અને 23 મેના રોજ મતગણતરી થશે. ઉત્તર પ્રદેશ, બંગાળ અને બિહારમાં તમામ સાત તબક્કામાં વોટિંગ થશે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે વોટિંગ થશે, જેના માટે નામાંકનની આખરી તારીખ 25 માર્ચ છે. ભાજપે વર્ષ 2014ની ચૂંટણીમાં 282 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભાજપે પહેલીવાર પોતાના દમ પર સરકાર બનાવી હતી.

નાગપુરથી ગડકરી લડશે ચૂંટણી
નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે.

આ સીટ જાણો
રાજસ્થાન, ઓરિસ્સા અને મણિપુરની સીટ પર જાણો કોને મળી ટિકિટ

તમિલનાડુના ઉમેદવારોની યાદી
તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તરાખંડની સીટ પર જાણો કોને મળી ટિકિટ

કર્ણાટકના ઉમેદવારોની યાદી
કર્ણાટક અને કેરળની લોકસભા સીટ પર જાણો કયા-કયા ઉમેદવારોને મળી ટિકિટ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
