બિપિન રાવત આ પહેલા પણ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યા હતા, મોતને આપી હતી માત!
તમિલનાડુના કુન્નુરમાં સેનાનું MI17V5 એરક્રાફ્ટ ક્રેશ થયું. એરક્રાફ્ટમાં દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 આર્મી ઓફિસર હાજર હતા. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
નવી દિલ્હી, 08 ડિસેમ્બર : તમિલનાડુના કુન્નુરમાં સેનાનું MI17V5 એરક્રાફ્ટ ક્રેશ થયું. એરક્રાફ્ટમાં દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 આર્મી ઓફિસર હાજર હતા. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 11 અધિકારીઓ શહીદ થયા હોવાના અહેવાલ છે, જ્યારે ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે બિપિન રાવત અકસ્માતનો ભોગ બન્યા હોય. વર્ષ 2015માં પણ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેશ થયું હતું.

આ પહેલા ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું
બિપિન રાવત તે સમયે લેફ્ટનન્ટ જનરલ હતા અને નાગાલેન્ડમાં દીમાપુર ખાતે આર્મીના 3 કોર્પ્સ હેડક્વાર્ટરનું નેતૃત્વ કરી રહ્યા હતા. બિપિન રાવત 3 ફેબ્રુઆરી 2015ના રોજ પોતાના ચિતા હેલિકોપ્ટરમાં દીમાપુરથી નીકળ્યા હતા, પરંતુ થોડી ઉંચાઈ પર ગયા બાદ તેમના હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ અકસ્માતમાં બિપિન રાવતનો આબાદ બચાવ થયો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ હતી.

20 ફૂટની ઊંચાઈએથી ક્રેસ થયુ હતું
ત્યારે હેલિકોપ્ટર માત્ર 20 ફૂટ ઉંચુ હતું. જો કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું. આમ છતાં બિપિન રાવતે મોતને હાર આપી હતી. દુર્ઘટના બાદ સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશની ઘટના એન્જિનમાં ખામીને કારણે થઈ હતી.

બિપિન રાવતનું જીવન
બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં થયો હતો. બિપિન રાવતના પિતા લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવત હતા, જે સેનામાંથી લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર નિવૃત્ત થયા હતા. શરૂઆતમાં જનરલ રાવતે અગિયારમી ગોરખા રાઇફલ્સની 5મી બટાલિયનમાં રહીને કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ દેહરાદૂન, કેમ્બ્રિયન હોલ સ્કૂલ, સિમલાની સેન્ટ એડવર્ડ સ્કૂલ અને દેહરાદૂનમાં ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં મેળવ્યું હતું. ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં તાલીમ દરમિયાન તેમને સ્વોર્ડ ઓફ ઓનર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

IAFનું Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું
IAFનું Mi-17V5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા સાથે હેલિકોપ્ટરમાં હતા. આ હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
