Bihar Politics : એકસાથે આવવા માટે તમામે દર્શાવી સહમતિ, દિલ્હી યાત્રા બાદ બોલ્યા નીતિશ કુમાર
Bihar Politics : આગામી વર્ષ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેની તૈયારીઓ અત્યારથી શરુ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિપક્ષો એક થઇ રહ્યા હોત તેમ જણાઇ રહ્યું છે. આ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાની દિલ્હી યાત્રા કરીને ગુરુવારની મોડી રાત્રે બિહાર પરત પહોંચ્યા હતા.
પટના આવ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં બધા સાથે વાતચીત થઈ છે. આ સાથે તમામે એક થવાનો નિર્ણય લીધો છે. દરેક વ્યક્તિ એક જ સુરમાં બોલી રહ્યા છે, જે સારી વાત છે.

એરપોર્ટ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા નીતિશે જણાવ્યું હતું કે, વિપક્ષને એક કરવાના પ્રયાસની વાત બધાએ કરી છે. તે સારી વાત છે. આ અંગે વધુ બેઠક યોજીને નિર્ણય લેવામાં આવશે.
જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારને ભાજપની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપવાનું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોણ શું પ્રશ્ન ઉઠાવે છે અને શું બોલે છે, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી.
કેન્દ્ર સરકાર પર ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે, શું તેઓ કોઈ કામ કરે છે? મુખ્યમંત્રીએ બુધવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. આવા દિવસે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને વિપક્ષી એકતા પર પણ વાત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
