પ્રિયંકા ગાંધી પર બિહારના મંત્રીનું વિવાદિત નિવેદનઃ સુંદર ચહેરા પર મત નથી મળતા
બિહાર સરકારમાં મંત્રી વિનોદ નારાયણ ઝાએ પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી પર વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે સુંદર ચહેરાના આધારે મત નથી મળતા.
2019 લોકસભા ચૂંટણીની બરાબર પહેલા કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધી પર મોટો દાવ ખેલ્યો છે. પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ નિયુક્ત કર્યા છે અને તેમને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદી સોંપવામાં આવી છે. વળી, બિહાર સરકારમાં મંત્રી વિનોદ નારાયણ ઝાએ પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી પર વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે સુંદર ચહેરાના આધારે મત નથી મળતા.

‘પ્રિયંકા ગાંધી રૉબર્ટ વાડ્રાની પત્ની છે જેના પર ભ્રષ્ટાચારના ઘણા આરોપ છે'
બિહાર ભાજપના નેતા અને નીતિશ સરકારમાં મંત્રી વિનોદ નારાયણ ઝાએ કહ્યુ કે કોંગ્રેસે એ સમજવુ જોઈએ કે સુંદર ચહેરા પર મત નથી મળતા. તેમણે કહ્યુ કે પ્રિયંકા ગાંધી રૉબર્ટ વાડ્રાની પત્ની છે જેના પર ભ્રષ્ટાચારના ઘણા આરોપ છે. તે બહુ સુંદર છે પરંતુ રાજકારણમાં તેમણે કંઈ મેળવ્યુ નથી અને તેમની કોઈ ઉપલબ્ધિ નથી. તેમણે કહ્યુકે પ્રિયંકા હજુ શીખાઉ છે.

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પણ આપ્યુ હતુ નિવેદન
આ પહેલા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનનું પણ નિવેદન આવ્યુ હતુ. સુમિત્રા મહાજને કહ્યુ હતુ કે પ્રિયંકા સારી મહિલા છે, રાહુલજીએ એ સ્વીકારી લીધુ છે કે તે એકલા રાજનીતિ નહિ કરી શકે એટલા માટે તેમણે પ્રિયંકાની મદદ લીધી છે. એ સારી વાત છે. આ નિવેદન પર કોંગ્રેસ તરફથી પણ આકરી પ્રતિક્રિયાઓ આવી હતી.

સુમિત્રા મહાજનના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર
મનીષ તિવારીએ કહ્યુ હતુ કે રાજનીતિમાં સૌથી વધુ મહત્વ હોય છે લોકપ્રિયતા અને પ્રિયંકા ગાંધીની લોકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા છે. એવામાં ભાજપની ચિંતા અને ડરને સમજી શકાય છે. સુમિત્ર મહાજનના નિવેદન પર પલટવાર કરતા ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે પોતાનું આ નિવેદન એ સમય માટે બચાવીને રાખો જ્યારે તમે સ્પીકર પદ પર નહિ હોવ. તમે લોકસભા સ્પીકર છો, શું તમે પોતાના આ પ્રકારના નિવેદનને ત્યાં સુધી બચાવીને નહિ રાખો શકો જ્યારે તમે આ પદ પર નહિ હોય.

રાહુલે કહ્યુ હતુ - કોંગ્રેસ ફ્રંટફૂટ પર રમશે
કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પૂર્વી યુપીની કમાન સોંપી છે. યુપીના આ વિસ્તારમાં પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી પણ છે જેના માટે ઘણી ગરમાગરમી જોવા મળી રહી છે. પ્રિયંકાની એન્ટ્રી બાદ પાર્ટીના કાર્યકર્તા ઘણા ઉત્સાહિત છે. જાણકારી મુજબ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી તે પોતાનો પદભાર સંભાળી શકે છે. હાલમાં પ્રિયંકા ગાંધી વિદેશમાં છે અને ભારત પાછા આવવા સાથે જ રાહુલ ગાંધી સાથે તે રેલીઓ પણ કરશે. તેમણે કહ્યુ કે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા શક્તિશાળી નેતા છે. અમે ઈચ્છતા હતા કે યુવા નેતા ઉત્તર પ્રદેશની રાજનીતિને બદલે. અમે આ લોકસભા ચૂંટણીમાં બેકફૂટ નહિ ફ્રંટફૂટ પર રમીશુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
