Bihar election 2025 : બિહારમાં અંતિમ મતદાર યાદીને લઈને વિવાદ, મહાગઠબંધને વેરિફિકેશન કેમ્પેઈન શરૂ કર્યુ
Bihar election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025 પહેલાં મતદાર યાદી સંશોધન (Special Intensive Revision - SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.
30 સપ્ટેમ્બરે ભારતના ચૂંટણી પંચ (EC) દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી, પરંતુ વિપક્ષી INDIA બ્લોક એ આ યાદીમાં મોટા પાયે ગેરરીતિઓના આક્ષેપો સાથે જમીની સ્તરે બૂથ લેવલ વોટર વેરિફિકેશન (BLAS) અભિયાન શરૂ કરી દીધું છે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD) થી લઈને CPI-ML સુધીના તમામ વિપક્ષી પક્ષોએ પોતાના બૂથ લેવલ એજન્ટ્સ (BLAS) ને કામે લગાડી દીધા છે. વિપક્ષનો મુખ્ય આરોપ છે કે મતદાર યાદીમાં મોટા પાયે ગડબડી થઈ છે અને લાખો લોકોના નામ કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પંચ પર ડેટાની પારદર્શિતા ન જાળવવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
RJD એ બક્સરથી પોતાની તપાસની શરૂઆત કરી છે. પાર્ટીના સાંસદ સુધાકર સિંહ ની દેખરેખ હેઠળ 30 સપ્ટેમ્બરની રાતથી જ BLAS ને મતદાર યાદી સોંપવામાં આવી હતી.
સુધાકર સિંહનો દાવો છે કે અનેક પરિવારોમાં માત્ર પુરુષ સભ્યોના નામ કાપી નાખવામાં આવ્યા છે, જ્યારે મહિલા સભ્યોના નામ યાદીમાં યથાવત છે. તેમણે એક ચોંકાવનારો કિસ્સો રજૂ કર્યો, જ્યાં એક મતદારનું નામ બે વિધાનસભા ક્ષેત્રો રામગઢ અને બક્સર માં નોંધાયેલું છે, જે બેવડું મતદાન કરવા માટે પાત્ર બનાવે છે.
RJD એ એવી પણ ફરિયાદ કરી છે કે મતદાર યાદી મશીન રીડેબલ ફોર્મેટમાં નથી. જો ડેટા મશીન રીડેબલ હોત તો ડબલ એન્ટ્રી, EPIC નંબર આધારિત ગણતરી અને 100 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોના નામની છટણી કરવી સરળ બની હોત. પાર્ટી હવે તાત્કાલિક ધોરણે આગામી 48 કલાકમાં વાંધા અરજીઓ દાખલ કરવાની તૈયારીમાં છે.
INDIA બ્લોકની યોજના છે કે આગામી 72 કલાકમાં વેરિફિકેશન અને ડેટા વિશ્લેષણ પૂર્ણ કરીને ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર રીતે વાંધા અરજીઓ દાખલ કરવામાં આવે. બિહારની રાજનીતિમાં હવે અંતિમ મતદાર યાદીનો આ વિવાદ આગામી ચૂંટણી સુધી ચર્ચાનું કેન્દ્ર બની રહે તેવી શક્યતા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
