Bihar Earthquake : બિહારના અરરિયામાં ભૂકંપના આંચકા, 4.3ની રહી તીવ્રતા
Bihar Earthquake : બિહારના અરરિયા વિસ્તારમાં બુધવારની સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આંચકા સવારના 5.35 કલાકે અનુભવાયા હતા. જેની રિક્ટલ સ્કેલ પર 4.3 ની તીવ્રતા મપાઇ હતી.
આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હોવાનું કહેવાય છે. જોકે, ભૂકંપના કારણે હજૂ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના અલગ-અલગ ભાગોમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 9 એપ્રિલના રોજ આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 નોંધવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી. આ ભૂકંપના આંચકા રવિવારની સાંજે 4.01 કલાકે નોંધાયા હતા.
ગત મહિનાની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી NCR વિસ્તારમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર, આ આંચકા તુર્કમેનિસ્તાન, ભારત, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાનમાં પણ અનુભવાયા હતા.
ધરતીકંપ વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ તમારે સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ. તમારે કંઈક મજબૂત નીચે બેસવું જોઈએ. જો તમે ખુલ્લામાં હોવ તો તમારે જમીન પર સૂઈ જવું જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
