Bihar cabinet: નીતીશ મંત્રીમંડળનો આજે થશે વિસ્તાર, શાહનવાઝ હુસેન સહિત આ બધાને મળી શકે છે જગ્યા
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહ્યા છે.
Nitish Kumar to expand Bihar cabinet today: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજે એટલે કે મંગળવાર(9 ફેબ્રુઆરી)એ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહ્યા છે. બિહાર સીએમ કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. સીએમ ઑફિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે મંગળવારે મંત્રીમંડળ વિસ્તાર માટે શપથ ગ્રહણ સમારંભ બપોરે 12.30 વાગે આયોજિત કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આજે મંત્રીમંડળના વિસ્તારમાં 9 ભાજપના અને 8 જેડીયુના નેતા મંત્રીપદની શપથ લેશે. આ વિસ્તારમાં પહેલા કેન્દ્રીય મંત્રી રહેલા શાહનવાઝ હુસેન બિહારમાં મંત્રીપદના શપથ લેશે. વિકસીલ ઈંસાં પાર્ટીના મુકેશ સાહનીનુ નામ પણ આ કેબિનેટ વિસ્તારમાં નામ છે. બિહારમાં હાલમાં 243 ધારાસભ્યોના ગૃહમાં મુખ્યમંત્રી સહિત 15 મંત્રી છે. બિહાર કેબિનેટમાં 36 મંત્રી હોઈ શકે છે.

ભાજપ અને જેડીયુના આ નેતાઓને આજે મળી શકે છે કેબિનેટમાં જગ્યા
આજના બિહાર કેબિનેટ વિસ્તારમાં ભાજપથી સંભવિત નામોની વાત કરીએ તો શાહનવાઝ હુસેન ઉપરાંત પૂર્વ સાંસદ રહેલા જનક ચમાર, સુભાષ સિંહ, નિતિન નવીન, કૃષ્ણા કુમાર ઋષિ, સંજય સરવગી, નીરજ બબલુ, પ્રમોદ કુમાર અને ભાગીરથી દેવીના નામ શામેલ છે. વળી, જેડીયુની વાત કરીએ તો શ્રવણ કુમાર, લેસી સિંહ, સંજય ઝા, સુનીલ કુમાર અને જામા ખાનનુ નામ ચર્ચામાં છે. જામા ખાન હાલમાં જ બસપામાં જેડીયુમાં શામેલ થયા છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે આ કેબિનેટ વિસ્તારમાં વીઆઈપી કે જીતનરામ માંઝીની પાર્ટીના કોઈ સભ્યને મંત્રીપદની જગ્યા મળવાની નથી. નીતીશ મંત્રીમંડળમાં હજુ વધુ 23 મંત્રી બનાવવામાં આવી શકે છે.
વર્તમાન બિહાર કેબિનેટની સ્થિતિ
16 નવેમ્બર, જનતા દળ(યુનાઈટેડ)ના પ્રમુખ નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતીશ કુમાર સતત ચોથી વાર અને કુલ સાતમી વાર મુખ્યમંત્રી બન્યા છે. નીતીશ કુમાર સાથે મંત્રી પરિષદના 14 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. વર્તમાનમાં નીતીશ મંત્રીમંડળમાં ભાજપના 7, જેડીયુના 4, હિંદુસ્તાની આવામ મોરચાના 1 અને વીઆઈપીના એક ધારાસભ્ય મંત્રી છે. બિહારમાં એનડીએની સરકાર છે. જેમાં જનતા દળ(યુનાઈટેડ) (જેડીયુ), ભારતીય જનતા પાર્ટી(ભાજપ), વિકાસસેલ ઈંસાં પાર્ટી(વીઆઈપી) અને હિંદુસ્તાની આવામ મોરચા(એચએએમ) શામેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
