સુપ્રીમ કોર્ટ તરફથી તિસ્તા સેતલવાડને મોટી રાહત, કોર્ટે રેલ્યુલર જામીન મંજુર કર્યા
2002 ગુજરાત દંગામાં નરેન્દ્ર મોદી સરકાર સામે લડનારી તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કથિત રીતે બનાવટી પુરાવાઓને લઈને દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના રેગ્યુલર જામીન મંજુર કર્યા છે.
જણાવી દઈએ કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી હતી. હવે કોર્ટે જામીન મંજુર કર્યા છે.

જામીન આપવા સાથે સુપ્રીમ કોર્ટે કેટલાક નિર્દેશ પણ જારી કર્યા છે. કોર્ટે કહ્યું કે, જામીનના સમયગાળા દરમિયાન સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરવામાં આવે. તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ કરશે નહીં અને ગુજરાતમાં રહેતા સાક્ષીઓથી દૂર રહેશે.
કોર્ટના આદેશ અનુસાર, જો તે આ શરતનું ઉલ્લંઘન કરતી જોવા મળે તો કોર્ટે ગુજરાત પોલીસને જામીન રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી છે.












Click it and Unblock the Notifications
