મોદી સરકારનો નિર્ણયઃ 10 એજન્સીઓને મળ્યો તમારા કમ્પ્યુટરની જાસૂસી કરવાનો અધિકાર
કેન્દ્ર સરકારે દેશભરમાં ઉપયોગમાં લેવાઈ રહેલા તમામ કમ્પ્યુટરની જાણકારી અંગે મોટો આદેશ જાહેર કર્યો છે.
કેન્દ્ર સરકારે દેશભરમાં ઉપયોગમાં લેવાઈ રહેલા તમામ કમ્પ્યુટરની જાણકારી અંગે મોટો આદેશ જાહેર કર્યો છે. સરકારના આ આદેશ બાદ હવે તમારા કમ્પ્યુટરની જાણકારી મેળવી શકાશે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલયની 10 કેન્દ્રીય એજન્સીઓને દેશભરમાં ચાલી રહેલા કમ્પ્યુટરની જાસૂસી કરવાની પરવાનગી આપી દીધી છે. સરકારના આ આદેશ બાદ કોઈ પણ કમ્પ્યુટરથી જનરેટ, રીસિવ, સેવ અને ટ્રાન્સમિટ કરાયેલ દસ્તાવેજને જોઈ શકાશે. સરકારના આ આદેશ બાદ વિપક્ષી દળોએ આની આકરી ટીકા કરી છે.

ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર આઈબી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ઈડી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટેરિએટ, ડાયરેક્ટરેટ ઓફ સિગ્નલ ઈન્ટેલીજન્સ અને દિલ્લીના કમિશ્નર ઓફ પોલિસને આ અંગેની પરવાનગી આપવામાં આવી છે કે તે લોકોના કમ્પ્યુટરની જાસૂસી કરી શકે છે અને કમ્પ્યુટરની જાણકારી મેળવી શકે છે. સરકારના આ નિર્ણય બાદ હવે દેશભરમાં કોઈના પણ કમ્પ્યુટરની અંદર સરકારી એજન્સીઓ જાસૂસી કરી શકે છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલીમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર પોતાના આ નિર્ણયથી પોતાના એ વચનને નિભાવી રહી છે જેમાં તેમણે ઘર-ઘર મોદી કહ્યુ હતુ. સરકારના આ નિર્ણયન ઓવેસીએ ઈમરજન્સી સાથે તુલના કરતા કહ્યુ કે 1984માં તમારુ સ્વાગત છે. તેમણે કહ્યુ કે સરકારે માત્ર એક સામાન્ય સરકારી આદેશ દ્વારા જાસૂસીનો આદેશ આપ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
