રક્ષામંત્રીએ OROPની ઘોષણા કરી, 42 વર્ષનો ગતિરોધ પૂર્ણ
નવી દિલ્હી: સેનાના રીટાયર્ડ જવાનોને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. રક્ષામંત્રી મનોહર પર્રિકરે આજે OROPની આધિકારીક ઘોષણા કરી દીધી છે. રક્ષાપ્રધાને કહ્યું સરકાર પોતાની સેનાના જવાનોનું સન્માન કરે છે. સરકારને સેના પર ગર્વ છે અને સૈનિકોના યોગદાનને ભૂલાવી પણ શકાય તેમ નથી.

રક્ષામંત્રીએ કહ્યું પાછલા ચાર દશકથી OROPનો મામલો ડીલે થઈ રહ્યો હતો. વર્ષ 2014ના ફેબ્રુઆરી મહિનામાં યુપીએ સરકારે કહ્યું હતું કે આ યોજના લાગુ કરવામાં આવશે પરંતુ તે માટે કોઈ ઠોસ પગલા ભરાયા ન હતા.
જેના કારણે સરકારને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. OROP લાગુ કરવા માટે કેટલીક ટેક્નીકલ અને આર્થિક સમસ્યાઓ હતી જેના કારણે થોડો સમય લાગ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ અનેક વખત કહ્યું હતુ કે OROP લાગુ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે.
રક્ષામંત્રીની પ્રેસ કોન્ફરન્સના કેટલાક અંશ:
1) આ યોજનાને લાગુ કરવા માટે 8000થી 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
2) ચાર હપ્તામાં સેનાના જવાનોને પેન્શનની રકમ આપવામાં આવશે.
3) આ યોજના 1લી એપ્રિલ 2014થી લાગુ થશે.
4) બેઝ વર્ષ 2014 રહેશે.
5) સ્વેચ્છાએ રીટાયરમેન્ટ લેવા વાળા સૈનિકોને આ યોજનાનો લાભ નહીં મળે.
6) દરેક પાંચ વર્ષે પેન્શનને રીવાઈઝ કરવામાં આવશે.
7) OROPની સમીક્ષા માટે જ્યુડીશીયલ કિમિટી બનાવવામાં આવશે. જે 6 મહિનામાં આ મામલે પોતાનો આખો રીપોર્ટ સોંપશે.
8) સૈનિકોની વિધવાને એક જ વારમાં પેન્શનની રકમ આપવામાં આવશે.
9) પાછલી સરકારે OROP માટે માત્ર 500 કરોડની ફાળવણી કરી હતી. તેથી તેને લાગુ કરવું સંભવ ન હતું.
10) OROPની સૌથી મોટી સમસ્યા એ હતી કે જે સૈનિકો VRS લે છે તેમને કેવી રીતે પેન્શન આપવું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
