પંજાબ સરકારની મોટી જાહેરાત, રાજ્યમાં રજીસ્ટ્રી માટે હવે એનઓસીની જરૂર નહીં
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે મોટી જાહેરાત કર્યો છે. સરકારે રાજ્યમાં રજીસ્ટ્રી માટે એનઓસીનીની જરૂરિયાતને હટાવી દીધી છે.
મુખ્યમંત્રી ભગવંત માને આ માહિતી લોકોને આપી. તેમણે કહ્યું કે આ નિર્ણય વ્યાપક જનહિતમાં લેવામાં આવ્યો છે, જેથી લોકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

તેમણે કહ્યું કે, હાલમાં રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં લોકોને એનઓસી ન મળવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સીએમ માને કહ્યું કે, આના પરિણામે જમીનની નોંધણી થઈ રહી નથી, જેના કારણે લોકો માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે આપ દી સરકાર, આપ દે દ્વાર પહેલ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને તેમના ઘરે સેવાઓ પૂરી પાડવાનો છે.
ભાંખરપુર ગામમાં એક સભાને સંબોધતા માને કહ્યું કે, લોકોને હવે તેમના નિયમિત વહીવટી કામ માટે સરકારી કચેરીઓમાં જવું પડશે નહીં. સરકારી અધિકારીઓ લોકોના ઘરઆંગણે આવશે અને તેમને સેવાઓ આપશે.
તેમણે કહ્યું કે, આનાથી લોકોને ઘણો ફાયદો થશે. આ પહેલ હેઠળ આ મહિને રાજ્યભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 11,600 થી વધુ શિબિરોની સ્થાપના કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
