આસામઃ છઠ પૂજા કરીને પાછા આવી રહેલા ભક્તોનો જાનલેવા અકસ્માત, 9ના મોત, ટ્રક-રિક્ષા વચ્ચે ટક્કર
આસામના કરીમગંજ જિલ્લામાં એક ટ્રકની ઑટો-રિક્ષા સાથે ટક્કર થઈ ગઈ જેમાં 9 લોકોના મોત થઈ ગયા.
ગુવાહાટીઃ પૂર્વોત્તર ભારતીય રાજ્ય આસામના કરીમગંજ જિલ્લામાં એક ઝડપી ટ્રકની ઑટો-રિક્ષા સાથે ટક્કર થઈ ગઈ. આ દૂર્ઘટનામાં 3 સગીર સહિત ઓછામાં ઓછા નવ લોકોના મોત થઈ ગયા છે. વળી, ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. કરીમગંજ જિલ્લાના એક પોલિસ અધિકારીએ ઘટના વિશે માહિતી આપી. તેમણે કહ્યુ કે ઑટો રિક્ષામાં સવાર બધા લોકો છઠ પૂજા કરીને પાછા આવી રહ્યા હતા.

આ દૂર્ઘઠના ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજમાર્ગ-8 પર આસામ-ત્રિપુરા સીમા પર કરીમગંજ જિલ્લાના પાથરકંડી પોલિસ સ્ટેશન વિસ્તારના બેઠાખાલ વિસ્તારમાં થઈ જ્યાં પૂર ઝડપે આવતી ટ્રકે ઑટો રિક્ષાની સામ-સામે ટક્કર થઈ. પોલિસ અધિકારીએ કહ્યુ કે માહિતી મળતા પોલિસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જીવ ગુમાવનાર લોકોના મૃતદેહને ત્યાંથી લેવામાં આવ્યા.
પોલિસ અધિકારીએ કહ્યુ, 'દૂર્ઘટના રાષ્ટ્રીય રાજમાર્ગ-8 પર બેઠાખાલ વિસ્તારમાં થઈ. જેના વિશે અમને સૂચના મળી કે ઘટનામાં નવ લોકોના જીવ ગયા છે. વળી, એક શબ કરીમગંજ સિવિલ હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યુ છે.' તેમણે કહ્યુ કે મૃતકોમાં 3 સગીર શામેલ છે. ન્યૂઝ એજન્સીએ પણ ફોટા જાહેર કરીને જણાવ્યુ કે દૂર્ઘટના એક ટ્રક અને એક ઑટો રિક્ષાની સામ-સામે ટક્કર બાદ થઈ. કરીમગંજ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે કે શબોને લઈ લેવામાં આવ્યા છે. જો કે, ઘટના સ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ અકસ્માત બાબતે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે આજે સવારે બેઠાખાલ પાથરખેડીમાં એક મોટો અકસ્માત થતા 9 વ્યક્તિના મોત થતાં ભારે શોક વ્યક્ત કરુ છુ. એક ઘાયલને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યુ કે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આસામ પોલિસ તેને શોધવા પ્રયત્ન કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
