BharatJodoYatra: રાહુલ ગાંધીને કોંગ્રેસીએ પૂછ્યુ તમે કઈ સનસ્ક્રીમ યુઝ કરો છો? Videoમાં સાંભળો જવાબ
કોંગ્રેસે હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી યાત્રામાં સામેલ પદયાત્રીઓને મળવા તેમના કેમ્પમાં પહોંચ્યા છે.
BharatJodoYatra: રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા નિમિત્તે છેલ્લા 17 દિવસથી કર્ણાટકમાં છે. આ યાત્રા દરમિયાન તેઓ રોજ સવારથી પદયાત્રા પણ કરી રહ્યા છે. તેઓ યાત્રામાં સામેલ યુવાનો પાસેથી તેમના અનુભવો સાંભળી રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના અનુભવ પણ શેર કરી રહ્યા છે. કોંગ્રેસે હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી યાત્રામાં સામેલ પદયાત્રીઓને મળવા તેમના કેમ્પમાં પહોંચ્યા છે.

આવી જ એક વાતચીતમાં રાહુલ ગાંધીએ યાત્રામાં તડકાનો ઉલ્લેખ કર્યો. ત્યારે રાહુલ ગાંધીને એક કાર્યકર્તાએ પૂછ્યુ કે તેઓ કઈ સનસ્ક્રીન યુઝ કરે છે? આ વાતચીતનો ઉલ્લેખ કોંગ્રેસે પોતાના લેટેસ્ટ ટ્વિટમાં કર્યો છે અને એ વીડિયો પણ શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી કાર્યકર્તાના આ સવાલનો જવાબ આપતા જોવા મળી રહ્યા છે.
રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના પદયાત્રીઓને મળવા ગયા ત્યારે તેઓ તેમની વચ્ચે છાવણીમાં એક ખાટલા પર બેસી ગયા. કાર્યકર્તાઓએ પદયાત્રા દરમિયાન તેમના અનુભવો શેર કર્યા. ત્યારબાદ રાહુલ ગાંધીને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા. રાહુલ ગાંધીએ તેમની દિનચર્યા કાર્યકરો સાથે શેર કરી હતી. તેમણે કહ્યુ કે દરરોજ સવારે 6.30 વાગે તે પદયાત્રા પર નીકળે છે અને તે પહેલા માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા સાથે વાત કરે છે, થોડી કસરત કરે છે.
આ દરમિયાન એક કોંગ્રેસીએ રાહુલ ગાંધીને પૂછ્યુ કે તમે તમારી મુસાફરી દરમિયાન કઈ સનસ્ક્રીન વાપરો છો? જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે હું કોઈ સનસ્ક્રીનનો ઉપયોગ કરતો નથી. આ સાથે તેઓ તેમના હાથમાંથી ટી-શર્ટ કાઢીને બતાવે છે. જેના પર એક મહિલા કાર્યકરે કહ્યુ કે તડકામાં તમને ટેનિંગ થઈ ગયુ છે. તેના પર રાહુલ ગાંધી કહે છે કે હા માએ આવતા સમયે સનસ્ક્રીનનુ બૉક્સ આપ્યુ હતુ પરંતુ હું તેનો ઉપયોગ કરતો નથી. રાહુલ ગાંધીની આ વાત સાંભળીને તમામ કાર્યકરો હસી પડ્યા.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પદયાત્રીઓ સાથેની તેમની મુલાકાતનો વીડિયો શેર કરીને એક ટ્વિટ પણ કર્યું હતુ. આ સાથે, તેમણે કાર્યકર્તાઓ સાથેની તેમની મુલાકાતના અનુભવને અત્યાર સુધીની શ્રેષ્ઠ ક્ષણ ગણાવી. રાહુલ ગાંધીએ લખ્યુ સનસ્ક્રીન માટે હા કે ના? અત્યાર સુધીની શ્રેષ્ઠ ક્ષણ? બ્રેક ટાઈમ એટલે ફેમિલી ટાઈમ? ભારતના પ્રવાસીઓ સાથે રાહુલ ગાંધીની દિલથી દિલની વાત સાંભળો.
Yes or no to sunscreen?
— Bharat Jodo (@bharatjodo) October 17, 2022
Best moments so far?
Break time means family time?
Listen to this heart to heart between @RahulGandhi and fellow Bharat Yatris👇#BharatJodoYatrahttps://t.co/QR2y2lk9zX












Click it and Unblock the Notifications
