ભારત રત્ન ચાંદુરકરના બાપ-દાદાઓની જાગીરી નથી: શિવસેના
મુંબઇ, 13 નવેમ્બર: ભારતની કોકીલ કંઠીલી લતા મંગેશકરનું ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાના મુદ્દે હવે શિવસેના અને ભાજપ મેદાનમાં કુદી પડી છે. આ મુદ્દે શિવસેનાના સંજય રાઉતે મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ જર્નાદન ચાંદુરકરને આકરી સલાહ આપી છે કે ભારત રત્ન તમારા બાપ-દાદાઓની જાગીરી નથી. તેમને કહ્યું હતું કે આ સન્માન સરકાર નક્કી કરે છે કે કયા ક્ષેત્રમાં કોને આપવાનું છે અને આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવા ખોટી વાત છે. જો ચાંદુરકર લતાજીને આટલા નાપસંદ કરે છે તો તેમને લતાજીના ગીતો સાંભળવાનું બંધ કરી દેવું જોઇએ.
ચાંદુરકરના આ નિવેદન પર ભાજપે આકરી આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભાજપ અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવિસે કોંગ્રેસને પૂછ્યું કે શું સોનિયા અને રાહુલ પણ આ માંગના સમર્થનમાં છે? તેમને કહ્યું હતું કે ચાંદુરકરે એવી માંગણી કરી છે તો કોંગ્રેસ કેમ સચિનને પ્રચાર માટે બોલાવી રહી હતી. આ કોંગ્રેસના બેવડા ચરિત્રને દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લત્તા મંગેશકારને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવી ભારે પડી રહી છે. કોંગ્રેસને લત્તા મંગેશકરના મોંઢેથી નરેન્દ્ર મોદીની પ્રશંસા હજમ થતી નથી. પરિણામ સ્વરૂપ મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ જર્નાદન ચાંદુરકરે શરમજનક નિવેદન આપતાં લત્તા મંગશકરને ભારત રત્ન પરત આપવા સુધી કહી દિધું.
અત્રે ઉલ્લેખનીય છે કે લત્તા મંગેશકરે આ મહિને પુણેના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે 'નરેન્દ્ર ભાઇ મારા ભાઇની માફક છે. જે રીતે તમે બધા તેમને વડાપ્રધાનના રૂપમાં જોવા માંગો છો. હું પણ પ્રાર્થના કરું છું કે તે દેશના વડાપ્રધાન બને. તે સમયે નરેન્દ્ર મોદી પણ લત્તા મંગેશકરની સાથે જ હતા. તે લત્તા મંગેશકરના પિતાના નામ પર એક હોસ્પિટલનું ઉદઘાટન કરવા પુણે આવ્યા હતા. 84 વર્ષીય મહાન ગાયિકા લત્તા મંગેશકરને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
