ભારત બંધ : કૃષિકાયદાના વિરોધમાં અપાયેલા બંધની ક્યાં કેટલી અસર?
ભારત બંધ : કૃષિકાયદાના વિરોધમાં અપાયેલા બંધની ક્યાં કેટલી અસર?
ત્રણ કૃષિકાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનાં 40 સંગઠનોએ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે.
વિપક્ષ, અનેક ટ્રૅડ યુનિયનો તથા સામાજિક સંગઠનો દ્વારા બંધના એલાનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. બંધની અસર સવારે છ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી અને સાંજે ચાર વાગ્યા સુધી બંધ લાગુ રહેશે.
ખેડૂતોનું કહેવું છે કે સરકારી, ખાનગી ઑફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને અસર પહોંચશે, પરંતુ ઇમર્જન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
કેરળ, પંજાબ ઉપરાંત હરિયાણા-પંજાબ અને દિલ્હી-યુપીના વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે.
https://twitter.com/ANINewsUP/status/1442316838365384706
પંજાબ અને હરિયાણામાં અસર
ખેડૂતો દ્વારા પંજાબ અને હરિયાણા વચ્ચેના વ્યવહારની ધોરીનસ ગણાતી શંભુ બૉર્ડર પરના વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો છે.
હરિયાણા પોલીસ દ્વારા રવિવારે જ આ માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
હરિયાણાના ગુરુગ્રામ તથા દિલ્હીને જોડતા માર્ગ પર દિલ્હી પોલીસ તથા અર્ધલશ્કરીદળોનો સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
સઘન ચેકિંગને કારણે આ માર્ગ પર વાહનવ્યવહાર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.
ભારતીય કિશાન યુનિયનના રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે, "અમે કશું સીલ નથી કર્યું. ખેડૂતો, તબીબો તથા ઇમર્જન્સી સેવા માટે જનારા મુક્ત રીતે અવરજવર કરી શકે છે. અમે માત્ર સંદેશ આપવા માગીએ છીએ. અમે વેપારીઓને પણ અપીલ કરીએ છીએ કે ચાર વાગ્યા સુધી દુકાનો બંધ રાખે."
દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર એક પછી એક ખેડૂત નેતાઓ ભાષણ આપી રહ્યા છે અને પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે.
પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંઘ સિદ્ધુએ ખેડૂતોને મદદ માટે આગળ આવવા આહ્વાન કર્યું છે.
કૉંગ્રેસ દ્વારા તમામ પ્રદેશાધ્યક્ષોને ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઊતરવા માટે જણાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ફરજ પરના અધિકારીઓને ખેડૂતો પ્રત્યે વિનમ્રતાથી વર્તવા તથા કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તો ઉચ્ચઅધિકારીઓના ધ્યાને લાવવા માટે સૂચના આપવામાં આવી છે.
આ સિવાય બહુજન સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષા માયાવતીએ પણ શાંતિપૂર્ણ બંધને સમર્થન જાહેર કર્યું છે.
- કૃષિકાયદામાં કેવી છે જોગવાઈઓ અને કેમ થઈ રહ્યો છે આટલો વિરોધ?
- પહેલાં મોઢું છુપાવતા તાલિબાન નેતાઓ હવે કેમ ફોટો પડાવવા લાગ્યા છે?
બંધની સાથે-સાથે
રાજસ્થાનના અલવર ખાતે ખેડૂત આંદોલનને કારણે આરઈઈટીની પરીક્ષાઓ મોડી યોજાઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓએ પેપર લીક થયાનું કારણ આગળ ધરીને પરીક્ષામાં બેસવાનો ઇન્કાર કરી દીધો હતો.
સરકારનું કહેવું છે કે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા કેરળની રાજધાની તિરુવનંતપુરમની કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દુકાનો બંધ જણાય છે તથા રસ્તા ઉપર ટ્રાફિકની અવરજવરને અસર વર્તાઈ રહી છે. એલડીએફ તથા યુડીએફ દ્વારા કેરળમાં બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
બિહારના હાજીપુર ખાતે રાષ્ટ્રીય જનતાદળના નેતા મુકેશ ભૂષણ સહિતના પાર્ટીના નેતાઓએ હાજીપુર-મુજ્જફરપુર રોડ પર મહાત્મા ગાંધી પુલ ખાતે પ્રદર્શન કર્યું હતું, જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.
બીબીસી પંજાબી સંવાદદાતા સુખચરનપ્રીતના જણાવ્યા પ્રમાણે, ખેડૂતો દ્વારા બરનાલામાં સવારે છ કલાકે રેલવેટ્રેકને જામ કરી દેવામાં આવ્યો હતો.
- ખેડૂતોને કુષિકાયદામાં આખરે વાંધો કયા મુદ્દે છે?
- 'મારા પુત્રને પેટમાં ગોળી મારી, પછી તેના પર કૂદીકૂદીને મારી નાખ્યો'


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
