ડ્રગ્સ માફિયાઓ સામે ભગવંત માન સરકારની મોટી સફળતા, 22 કિલો ગાંજા સાથે 4ની ધરપકડ

લુધિયાણા પોલીસે 22 કિલો ગાંજા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

ડ્રગ્સ માફિયાઓ સામે મોટી સફળતા હાંસલ કરતા લુધિયાણા પોલીસે 22 કિલો ગાંજા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ આ કન્સાઈનમેન્ટ યુપીના બરેલી જિલ્લામાંથી લાવવામાં આવી રહી હતી. પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યુ કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં 2 યુપીના, એક હરિયાણાનો અને એક બિહારનો છે. આ તમામ એક કારમાં આવી રહ્યા હતા. આરોપી દ્વારા ડ્રગ્સનુ કન્સાઈનમેન્ટ અહીં કામ કરતા પરપ્રાંતિયોને પહોંચાડવાનુ હતુ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

bhagwant mann

તમને જણાવી દઈએ કે પંજાબમાં ડ્રગ માફિયાઓને લઈને મુખ્યમંત્રી ભગવંત માન ઘણા સમયથી એક્શનમાં જોવા મળી રહ્યા છે. પંજાબમાં ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા દાણચોરોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે તેમ સીએમ માને જણાવ્યુ હતુ. ડ્રગ્સના જોખમ સામેના યુદ્ધને વધુ તીવ્ર બનાવતા, ભગવંત માને અધિકારીઓને પંજાબમાં ડ્રગ પેડલિંગના જધન્ય ગુનામાં સામેલ ડ્રગ પેડલર્સની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X