ગુનેગાર સામે ભગવંત માનની લાલ આંખ, 4 ખતરનાક ગેંગસ્ટરની ધરપકડ
જાલંધર ગ્રામીણ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જાણકારી મુજબ પોલીસે 4 ભાગો વૉન્ટેડ ગેંગસ્ટર્સની ધરપકડ કરી લીધી છે, તેમની પાસેથી હથિયાર સહિતનો સામાન પણ જપ્ત કરવામમાં આવ્યો છે. પકડાયેલા આ અપરાધીઓ સામે અડધા ડઝનથી વધુ મામલા નોંધાયેલા છે.

આ મામલે જાણકારી આપતાં એસ.એસ.પી. મુખવિંદર સિંહ ભુલ્લરે જણાવ્યું કે, આ આરોપીઓએ 30 જુલાઇના રોજ આદમપુરમાં એક યુવક સાથે મારપીટ કરી હતી અને ગોળીઓ ચલાવી હતી. જે બાદ પોલીસે મામલો નોંધી કાર્યવાહી કરતાં આ આરોપીઓને કાબૂમાં કર્યા.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 13 જીવંત કારતૂસ, મોબાઇલ ફોન અને એક મોટરસાઇકલ જપ્ત કરી છે. આરોપીઓની પૂછપરછ કરી પોલીસે તેમના અન્ય સાથીઓની શોધખોળ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
