Bengaluru Opposition Meeting Update : સોનિયા ગાંધી બની શકે છે વિપક્ષી દળોના અધ્યક્ષ, જાણો દરેક અપડેટ

Bengaluru Opposition Meeting Update : બેંગ્લોરમાં ચાલી રહેલી વિપક્ષી દળોની બેઠકમાં 2024ની રણનીતિ બનાવવામાં આવી રહી છે. આજે આ બેઠકમાં ઘણા મહત્વના નિર્યણો લેવામાં આવી શકે છે. આ સાથે આજે શરદ પવાર પણ આ બેઠકમાં જોડાશે. આ સાથે આ બેઠકમાં આ ગઠબંધનનું નામ અને ટેગ લાઇન પણ નક્કી કરવામાં આવશે.

સોમવારના રોજ સાંજે શરૂ થયેલી બેઠકમાં 2024 માટે વિપક્ષી મોરચાનું નામ શું હોવું જોઈએ, તેના પર મંથન કરવામાં આવ્યું હતું અને તમામ પક્ષો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. વિપક્ષી મોરચાના નવા નામમાં INDIA શબ્દ હોવો જરૂરી છે. વિપક્ષી મોરચાની ટેગલાઈન હશે UNITED WE STAND.

Bengaluru Opposition Meeting Update

નવા મોરચાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સંયોજક નીતિશ કુમારને બનાવવામાં આવે તેવી શક્યતા છે. સોમવારના રોજ જ્યારે મીટિંગ શરૂ થઈ, ત્યારે સોનિયા ગાંધી પ્રથમ 20 મિનિટમાં મમતા બેનર્જી સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ એક સામાન્ય કાર્યક્રમ ઘડવા અને તેને એકતાથી હરાવવા માટે મંગળવારના રોજ અનેક વિપક્ષી પાર્ટીઓના ટોચના નેતાઓ બેંગ્લોરમાં ઔપચારિક પરામર્શ કરશે.

આ અગાઉ બે દિવસીય બેઠકના પહેલા દિવસે સોમવારના રોજ બેંગ્લોરમાં વિપક્ષી પક્ષોના નેતાઓએ રાત્રિભોજનની બાજુમાં અનૌપચારિક ચર્ચા કરી હતી, જ્યાંથી એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, તેઓ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે એકજૂટ છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવાર અને કેટલાક અન્ય નેતાઓ જેઓ પ્રથમ દિવસની બેઠકમાં ભાગ લઈ શક્યા ન હતા, તેઓ પણ મંગળવારના રોજ બીજા દિવસની બેઠકમાં હાજરી આપશે.

બેંગ્લોરમાં વિપક્ષની બેઠકમાં 26 પાર્ટીઓએ ભાગ લીધો છે

  1. કોંગ્રેસ
  2. ટીએમસી
  3. ડીએમકે
  4. આમ આદમી પાર્ટી
  5. જેડીયુ
  6. આરજેડી
  7. સીપીએમ
  8. સીપીઆઇ
  9. સીપીઆઇ એમએલ
  10. એનસીપી
  11. શિવસેના
  12. સમાજવાદી પાર્ટી
  13. નેશનલ કોન્ફરન્સ
  14. પીડીપી
  15. જેએમએમ
  16. આરએલડી
  17. આરએસપી
  18. આઇયુએમએલ
  19. કેરળ કોંગ્રેસ એમ
  20. વીસીકે
  21. એમડીએમકે
  22. કેરળ જય
  23. કેડીએમકે
  24. ફોરવર્ડ બ્લોક
  25. એમએમકે
  26. અપના દળ (કમેરાવાદીઓ)

બેંગ્લોરમાં વિપક્ષની બેઠકનો એજન્ડા

  • ત્રણ કાર્યકારી જૂથો બનાવવામાં આવશે
  • પ્રથમ જૂથ : સામાન્ય કાર્યસૂચિ પર કામ કરશે
  • બીજું જૂથ : ઓગસ્ટથી ચૂંટણી પ્રચારની રૂપરેખા તૈયાર કરશે
  • ત્રીજું જૂથ : રાજ્યોમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે
  • આ ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણી માટે થશે
  • ગઠબંધન વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીમાં લાગુ પડશે નહીં.
  • મોરચાનું નામ, સંયોજક પર ચર્ચા કરવામાં આવશે
  • બીજા દિવસની બેઠક બાદ વિરોધ પક્ષોના નેતાઓ સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા વધુ રૂપરેખા રજૂ કરશે.

પહેલા દિવસે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના ટોચના નેતાઓ નીતિશ કુમાર, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ પ્રસાદ યાદવ, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતા અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ અને કેટલાક અન્ય નેતાઓએ હાજરી આપી હતી.

પ્રથમ દિવસની બેઠક પહેલા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ પક્ષોની એકતા ભારતના રાજકીય માહોલ માટે ગેમ ચેન્જર સાબિત થશે અને જેઓ વિપક્ષી પાર્ટીઓને એકલા હાથે હરાવી દેશે આ દિવસોમાં તેઓ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ભૂતમાં નવો જીવ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળોની છેલ્લી બેઠક 23 જૂનના રોજ પટનામાં થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X