સાતમા તબક્કામાં 81 ટકા સાથે બંગાળ, 72 ટકા સાથે પંજાબ છવાયું
નવી દિલ્હી, 1 મે : લોકસભા ચૂંટણી 2014ના સાતમા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં 81 ટકા, પંજાબમાં 72 ટકા જેટલી ઊંચી મતદાન ટકાવારી નોંધાઇ હતી. જ્યારે ગુજરાતમાં 62 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં 26 ટકા મતદાન નોંધાયું હતું.
30 એપ્રિલ, 2014ના રોજ યોજાયેલા સાતમા તબક્કાના મતદાનમાં કુલ 1200 ઉમેદવારોમાંથી 89 સંસદસભ્યોને ચૂંટવા માટે 13 કરોડ 90 લાખ જેટલા મતદારોમાંથી લગભગ 60 ટકા મતદારોએ એટલે કે લગભગ 8 કરોડ 30 લાખ જેટલા લોકોએ મતદાન કર્યું હતું.

સાતમા તબક્કામાં રાયબરેલીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વડોદરામાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાવિ ઇવીએમમાં બંધ થયું હતું. આ ઉપરાંત ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ (લખનઉ) અને ભાજપના સિનિયર નેતા એલ.કે. અડવાણી (ગાંધીનગર), ભાજપના અરુણ જેટલી, ગુજરાત કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા, નેશનલ કોન્ફરન્સના નેતા અને કેન્દ્રીય પ્રધાન ડો. ફારુક અબ્દુલ્લા જેવા જેવા દિગ્ગજ નેતાઓનું ચૂંટણી ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે.
આજે ગુજરાતમાં 26, આંધ્ર પ્રદેશમાં 17, ઉત્તર પ્રદેશમાં 14, પંજાબમાં 13, પશ્ચિમ બંગાળમાં 9, બિહારમાં સાત અને જમ્મુ-કશ્મીરમાં એક બેઠક માટે ચૂંટણી થઈ હતી. બે કેન્દ્રશાસિત પ્રદેશ - દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં એક-એક બેઠક માટે મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશમાં 14 બેઠકો માટે 57.10 ટકા મતદાન થયું છે તો પશ્ચિમ બંગાળમાં 9 મતવિસ્તારોમાં 81.35 ટકા , બિહારમાં 60 ટકા લોકોએ મતાધિકાર હાંસલ કર્યો છે. પંજાબમાં મતદારોએ 13 બેઠકો માટે 72ટકા મતદાન થયું છે. અમુક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે.
આગામી બીજી જૂને ભારતનું 29મું રાજ્ય બનનારા તેલંગણામાં લોકસભાની 17 અને પ્રથમ વિધાનસભાની 119 બેઠકો માટે લગભગ 70 ટકા મતદાન થયું છે.
પંજાબમાં ગુજરાતની માફક આજે એક જ તબક્કામાં 13 લોકસભા બેઠકો માટે મતદાન થયું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો ઉપરાંત વિધાનસભાની સાત બેઠકો માટે પેટા-ચૂંટણી માટે પણ મતદાન થયું હતું.
આજના મતદાન બાદ ચૂંટણીના સાત તબક્કા પૂરા થયા છે. 21 રાજ્યોમાં કુલ 438 મતવિસ્તારોમાં મતદાન સંપન્ન થયું છે. 8મા તબક્કાનું મતદાન 7 મેએ અને 9મા તથા અંતિમ તબક્કાનું મતદાન 12 મેએ યોજાશે. મતગણતરી અને પરિણામ 16 મેએ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
