Bengal Panchayat Elections: પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી માટે મતદાન દરમિયાન હિંસા, 9 લોકોના મોત
Bengal Panchayat Elections: પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં મોટાપાયે હિંસા થઇ હતી. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર હિંસા ફાટી નીકળી છે, આ સાથે આગચંપી, પથ્થરમારોના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં તણાવ ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત કરવાની સાથે ભારે હિંસા થઇ રહી છે.
પૂર્વ મેદિનીપુરના નંદીગ્રામ બ્લોક 1ના રહેવાસીઓએ ટીએમસી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. લોકોનું કહેવું છે કે, મહમદપુરના બૂથ નંબર 67 અને 68માં કેન્દ્રીય દળ તૈનાત કરવામાં આવે. તેઓ પોસ્ટ કર્યા સિવાય મતદાન કરશે નહીં.

શનિવારે સવારે 7 વાગ્યે પંચાયતની ચૂંટણીઓ શરૂ થઈ, ત્યારથી રાજ્યમાં બપોર સુધીમાં છ લોકોના મોત થયા છે અને મધ્યરાત્રિથી કથિત મતદાન સંબંધિત હિંસામાં વધુ ત્રણના મોત થયા છે.
આવી સ્થિતિમાં પંચાયત ચૂંટણી દરમિયાન નવ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ ટીએમસી અને એક-એક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમના સિવાય સ્વતંત્ર પક્ષના સમર્થકો પણ હિંસામાં મૃત્યુ પામ્યા છે.
મુર્શિદાબાદના બેલડાંગા ખાતે કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચેની અથડામણમાં સત્તાધારી પક્ષના કાર્યકર બાબર અલીનું મોત થયું હતું. હિંસા બાદ વિસ્તારમાં ભારે તણાવ છે. કોંગ્રેસ કાર્યકરને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કૂચ બિહારમાં એક મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી છે અને મતદાન શરૂ થતાંની સાથે જ બેલેટ પેપર લૂંટી લેવામાં આવ્યા છે. ડાયમંડ હાર્બરમાંથી પણ આવા જ અહેવાલો આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, માલદાના માણિકચક અને ગોપાલપુર ગ્રામ પંચાયતના જીશાર્દ ટોલામાં ભારે બોમ્બમારો થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ શેખ મલેક જણાવવામાં આવ્યું છે. હુગલીમાં ટીએમસી કાર્યકર્તાઓએ એક અપક્ષ ઉમેદવાર પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
