ઓબામાએ મોદીનું આમંત્રણ સ્વિકાર્યું, પ્રજાસત્તાક દિને બનશે ચીફ ગેસ્ટ
નવી દિલ્હી, 22 નવેમ્બર: આ વખતે પ્રજાકસત્તા દિનના અવસર પર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ પાઠવ્યું. જેને બરાક ઓબામાએ સ્વિકાર કરી લીધું છે. આમ પહેલી વાર બનશે કે જ્યારે કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ ભારતમાં ગણતંત્ર દિવસના અવસર પર મુખ્ય અતિથિ બનશે.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી બરાકા ઓબામાને મોકલવામાં આવેલા આમંત્રણની જાણકારી આપી. વ્હાઇટ હાઉસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતીય પ્રજાકસત્તા સત્તા પર સમારોહમાં ભાગ લેવા માટે જાન્યુઆરી, 2015માં ભારત જશે. વ્હાઇટ હાઉસના અનુસાર રાષ્ટ્રપતિ બરાક ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય અધિકારીઓની સાથે અમેરિકા-ભારત સામરિક ભાગીદારીને મજબૂત કરવા અને તેનો વિસ્તાર કરવા માટે મુલાકાત કરશે.
This Republic Day, we hope to have a friend over…invited President Obama to be the 1st US President to grace the occasion as Chief Guest.
— Narendra Modi (@narendramodi) November 21, 2014 બરાક ઓબામાની સ્વિકારોક્તિની પુષ્ટિ કરતાં રાષ્ટ્રપતિની યાત્રા પર પ્રેસ સચિવે એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ભારતીય પ્રજાકસત્તા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા જાન્યુઆરી 2015માં ભારત જશે. આ પ્રથમ અવસર હશે જ્યારે કોઇ અમેરિકન રાષ્ટ્રપતિને પ્રજાકસત્તા દિવસ સમારોહમાં સામેલ હોવાનું ગૌરવ મળશે, જે ભારતીય સંવિધાનના લાગૂ થવાનો પર્વ છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે આ પ્રજાકસત્તા દિવસ, અમને એક મિત્રના અહીં હોવાની આશા છે.
Those unable to access my response about Prez @BarackObama's acceptance of PM @narendramodi invite here is snapshot. pic.twitter.com/BKl3v8eywZ
— Syed Akbaruddin (@MEAIndia) November 21, 2014 રાષ્ટ્રપતિ અમેરિકા-ભારત સામરિક ભાગીદારીને મજબૂત કરવા અને તેનો વિસ્તાર કરવા માટે વડાપ્રધાનમંત્રી અને ભારતીય અધિકારી અધિકારીઓ સાથે મુલાકાતા કરશે. નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા અને બંને નેતાઓએ સતત બે દિવસ સુધી વાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં નરેન્દ્ર મોદી મ્યામાંરમાં પૂર્વી એશિયા શિખર સંમેલનમાં બરાક ઓબામાને મળ્યા હતા. બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને 'અ મેન ઑફ એક્શન' કહીને તેમની પ્રશંસા કરી ચૂક્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
