કસ્ટમર્સ સાથે સુવાની ના પાડતા બાર ડાન્સરના કપડાં ઉતાર્યાં

કસ્ટમર્સ સાથે સુવાની ના પાડતા બાર ડાન્સરના કપડાં ઉતાર્યાં

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક બારગર્લને માત્ર એ વાતને લઈ મારીને તેના કપડાં ઉતારી મૂકવામાં આવ્યાં કેમ કે તેણે મેનેજરના કહેવા પર ગ્રાહક સાથે શારીરિક સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. પીડિતા ઉપરાંત તેની સાથે કામ કરતી અન્ય ચાર ડાંસર અને અન્ય એક વ્યક્તિએ પણ મારપીટનો આરોપ લગાવ્યો છે. પોલીસે ચારેય આરોપી મહિલાઓની ધરપકડ કરી લીધી છે જ્યારે પુરુષ આરોપી ફરાર છે. તેની ધરપકડ માટે પણ પોલીસે સંભવિત દરોડા પાડી રહી છે. જાણકારી મુજબ મામલો હૈદરબાદના બેગમપેટ વિસ્તારનો છે.

બાર જોઈન કર્યાના થોડા દિવસ બાદ જ ટોર્ચર શરૂ

બાર જોઈન કર્યાના થોડા દિવસ બાદ જ ટોર્ચર શરૂ

બારમાં પીડિતાએ ડાંસર તરીકે થોડા દિવસ પહેલા જ નોકરી જોઈન કરી હતી. તેનો આરોપ છે કે નોકરીએ લાગ્યાના કેટલાક દિવસો બાદથી જ મહિલાએ તેની સાથે બદતમીજી કરવી શરૂ કરી દીધી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેટલાક મહિના પહેલા બારમાં જોઈન કર્યા બાદ જ ત્યાંનું પ્રબંધન કસ્ટમર સાથે સેક્સ કરવા માટે દબાણ નાખવા મંડ્યું હતું. જ્યારે તેણે સેક્સ કરવાનો ના પાડી દીધો તો તેની સાથે ડાંસ કરતા પાંચ અન્ય બાર ડાંસરોએ તેના કપડાં ઉતારી તેને માર માર્યો.

બાર માલિક ખોટા ધંધા કરતો હતો

બાર માલિક ખોટા ધંધા કરતો હતો

બાર ગર્લે આરોપ લગાવ્યો છે કે બાર માલિક અન્ય મહિલાઓ સાથે ખોટા કામ કરાવે છે. જેના બદલામાં તે કસ્ટમર્સ પસેથી તગડી રકમ વસૂલે છે. પોલીસે જણાવ્યું કે બાર ગર્લના આરોપ બાદ બારમાં કામ કરતા અન્ય લોકો સાથે પૂછપરછ શરૂ કરી છે જેથી આ ધંધામાં સામેલ લોકો સુધી પહોંચી શકાય.

આ કલમ હેઠળ કેસ નોંધાયો

આ કલમ હેઠળ કેસ નોંધાયો

પોલીસે આ મામલે આઈપીસીની કલમ 354, 509, 506, 323, 34 અંતર્ગત મામલો નોંધી લીધો છે. હાલ પોલીસે ચાર મહિલાઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે બાર માલિક ફરાર છે. તેલંગાણા ડીઆઈજી મહેન્દ્ર રેડ્ડીએ જણાવ્યું કે આરોપી બાર માલિકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ મામલે સર્કલ ઈન્સપેક્ટર પાસે રિપો્ટ માંગી છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X