બાંગ્લાદેશના ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, મંદિરો પર હુમલા મુદ્દે કરી ચર્ચા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વીપક્ષીય બેઠકમાં બાગ્લાદેશમાં હિંદુ મંદિરો પર થતા હુમલા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વીપક્ષીય બેઠકમાં બાગ્લાદેશમાં હિંદુ મંદિરો પર થતા હુમલા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. શુક્રવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નો મની ફોર ટેરર સંમેલન દરમિયાન બાંગ્લાદેશના ગૃહ મંત્રી અસદુજ્જમાં ખાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલો કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર ફેન્સિંગ કરાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ ચર્ચા નવી દિલ્હીમાં એક દિવસ પહેલા યોજાયેલી ત્રીજી આતંકવાદ વિરોધી ફાઇનાન્સિંગ પર આતંકવાદી મંત્રાલયની પરિષદ ની
બાજુમાં થઈ હતી. સંમેલનને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે, આતંકવાદના ખતરાને કોઈ ધર્મ, રાષ્ટ્રીયતા અથવા જૂથ સાથે જોડવું જોઈએ નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ટેરરફંડિંગ આતંકવાદ કરતા પણ વધુ ખતરનાક છે. તેમણે આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો ગણાવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદીને સુરક્ષા આપવી એ આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતે આતંકવાદનો સામનો કરવા માટે સુરક્ષા માળખા તેમજ કાયદાકીય અને નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન પર આડકતરી રીતે પ્રહાર પણ કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ કેટલાક દેશો એવા છે, જે આતંકવાદ સામે લડવાના સામૂહિક પ્રયાસોને નબળો પાડવા અને નષ્ટ કરવા માંગે છે.












Click it and Unblock the Notifications
