ચંબલની વધુ એક ડાકુરાણી રાજકારણમાં આવવા આતુર

ઓરેયાની રહેવાસી 24 વર્ષીય રેણુ યાદવે જણાવ્યું કે 29 નવેમ્બર 2003ના રોજ સ્કૂલ જીતી વખથે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું. રેણુએ જણાવ્યું કે ચંદન યાદવના સમૂહએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારે તે કિશોરી હતી. રેણુએ જણાવ્યું કે તેના પિતાએ તે સમયે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. કારણ કે, રેણુના પિતા ડાકુઓ દ્વારા માંગવામાં આવેલી રકમ ચૂકવી શક્યા નહીં તેથી ડાકુઓએ તેને મુક્ત કરી નહોતી.
2005માં ચંદન યાદવની હત્યા તેના ડાબો હાથ ગણાતા રામવીર ગુર્જરે કરી હતી. ત્યાર બાદ તેણે તક જોઇ એક દિવસ રામવીર ગુર્જરને ગોળી મારી અને ત્યાંથી ભાગી ગઇ. બાદમાં તેણે ઇટાવા પોલીસ મથકે આત્મસમર્પણ કર્યું , પરંતુ પોલીસે તેની ધરપકડ ઇટાવાના સિવિલ લાઇન્સ વિસ્તારમાંથી કરી હોવાનું અને તેની પાસેથી રાઇફલ મળી આવી હોવાનું જણાવ્યું. સાત વર્ષ પછી રેણુ યાદવ ચાલું વર્ષના મે મહિનામાં લખનૌ નારી નિકેતનમાંથી છૂટી. હવે તે રાજકારણમાં આવીને લોકોની સેવા કરવા ઇચ્છે છે. રેણુના કાકા શિવ સિંહ યાદવ સપાના સભ્ય છે અને કાનપુર જિલ્લા પંચાયતના સભ્ય પણ છે.
રેણુનું રાજકારણમાં આવવાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે તે રાજકારણમાં આવીને તેના જેવી તમામ યુવતીઓ, મહિલાઓની સેવા કરવા ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યાનુંસાર, રેણુ યાદવે સપામાં જલદી સામેલ કરવાની તૈયારી થઇ રહી છે. કહેવામાં આવે છે કે શિવપાલ યાદવ આગામી મહિને ઓરિયામાં થનારા કાર્યકર્તા સંમેલનમાં રેણુને પાર્ટીમાં સામેલ કરવાની ઘોષણા કરી શકે છે. સપા સૂત્રોનું કહેવું છે કે પાર્ટીમાં આગામી લોકસભા ચૂંટણીમાં રેણુ યાદવને ઇટાવાની આસપાસ કોઇ લોકસભાની બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારવા પર વિચાર થઇ રહ્યો છે, કારણકે સહાતનુભૂતિના આધારે તેની ચૂંટણી જીતવાની શક્યતાંઓ વધારે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
