Balmukund Acharya: સોશિયલ મીડિયામાં છવાયા ભગવાધારી બાલમુકુંદ આચાર્ય, જુઓ વીડિયો
Balmukund Acharya: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 115 બેઠક જીતી જંગી બહુમતી મેળવી છે. ભારતીય જનતા પાર્ટીની રાજસ્થાનમાં જીત બાદ સોશિયલ મીડિયા પર ભગવાધારી બાબા બાલમુકુંદ આચાર્ય છવાઇ રહ્યા છે. ભાજપ નેતા બાલમુકુંદ આચાર્ય તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જયપુરની હવા મહેલ બેઠક જીતવાવાળા ધારાસભ્ય છે.
ધારાસભ્ય બન્યાના પહેલા દિવસે, બાલમુકુંદ આચાર્યએ તેમના મતવિસ્તારની શેરીઓમાં તમામ નોન-વેજ ફૂડ સ્ટોલ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન તેમના સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આ સમય દરમિયાન, જે વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો હતો, તેમાં બાબા બાલમુકુંદ આચાર્યની ડેશિંગ સ્ટાઈલ જોવા મળે છે. આ વીડિયોમાં બાલમુકુંદ આચાર્ય કહી રહ્યા છે, શું આ દુકાન તમારી છે, મિયાં? ખાઇ લે પી લે અને અંદર જા. આંખો ન બતાવતો. બાબા, બબાલ છે.
અન્ય એક વીડિયોમાં બાલમુકુંદ આચાર્ય કહી રહ્યા છે, આ જયપુર છે, શું તમે તેને કરાચી બનાવવા માંગો છો. અન્ય એક વાયરલ વીડિયોમાં બાલમુકુંદ આચાર્યએ અધિકારીઓને કહ્યું છે કે, હું ન તો મીઠાઈ ખાઈશ અને ન ખાવા દઈશ.
બાલમુકુંદ આચાર્યનો આ વીડિયો સેંકડો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સે જયપુરમાં ખુલ્લેઆમ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના તેમના નિર્ણયની પ્રશંસા કરી છે.
ઓવૈસીએ બાલમુકુંદ આચાર્ય પર નિશાન સાધ્યું - એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ બાલમુકુંદ આચાર્યના એક વીડિયો પર પ્રતિક્રિયા આપી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કોઈ આવું કેવી રીતે કરી શકે? ઓર્ડરને ખોટો ગણાવતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, કોઈ તેને રોકી નહીં શકે. જો કોઈ નોન-વેજ ફૂડ સ્ટોલ લગાવવા માંગે છે, તો તેને કોઈ કેવી રીતે રોકી શકે?
ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ રાજસ્થાનની હવા મહેલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના આરઆર તિવારીને 974 મતોથી હરાવીને જીત મેળવી હતી. બાલમુકુંદ આચાર્યને કુલ 95989 વોટ મળ્યા હતા. જ્યારે આરઆર તિવારીને 95015 મત મળ્યા હતા.












Click it and Unblock the Notifications
