આ સંસદ છે, મુન્નાભાઈનો પપ્પી-ઝપ્પી એરિયા નથીઃ હરસિમરત કૌર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આખી સંસદ વચ્ચે પીએમ મોદીને ગળે લગાવી દીધા, જેને જોઈને પીએમ મોદી સહિત બધા લોકો ચોંકી ગયા.

હાલમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આરોપો અને પ્રત્યારોપોનો દોર ચાલુ છે. ટેન્શન અને ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે કંઈક અવુ થયુ જેને જોઈને સંસદ પહેલા તો ચોંકી ગઈ અને ત્યાંરબાદ હાસ્યની છોળો ઉડવા લાગી. વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આખી સંસદ વચ્ચે પીએમ મોદીને ગળે લગાવી દીધા, જેને જોઈને પીએમ મોદી સહિત બધા લોકો ચોંકી ગયા.

આ સંસદ છે, કોઈ મુન્નાભાઈની પપ્પી-ઝપ્પી છે શું?

આ સંસદ છે, કોઈ મુન્નાભાઈની પપ્પી-ઝપ્પી છે શું?

અકાલી દળના નેતા હરસિમરત કૌરને રાહુલનું આ રીતે પીએમને ગળે મળવુ ગમ્યુ નહિ. તેમણે તેના પર હુમલો કરતા કહ્યુ કે મનો બોલવાનો મોકો મળવો જોઈએ. આ સંસદ છે કોઈ મુન્નાભાઈની પપ્પી ઝપ્પી છે શું?

‘પીએમ ચોકીદાર નથી ભાગીદાર છે'

‘પીએમ ચોકીદાર નથી ભાગીદાર છે'

રાહુલ ગાંધી પહેલા પોતાના ભાષણમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કરી રહ્યા હતા ત્યારે તે કંઈક એવો શબ્દ બોલી ગયા કે પ્રધાનમંત્રી સહિત આખુ સંસદ હસી પડ્યુ. રાહુલે કહ્યુ કે પ્રધાનમંત્રી બહાર નથી જતા, રાહુલ આ બોલતા જ આખી સંસદ હસવા લાગી. ત્યારબાદ તરત જ રાહુલે પોતાના વાક્યને સુધારતા કહ્યુ, ‘પ્રધાનમંત્રી બહાર તો જાય છે પરંતુ માત્ર ઓબામાને મળવા, ટ્રમ્પને મળવા. રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રી પર પ્રદાનમંત્રીના દબાણમાં રાફેલ વિમાનોના ભાવ ન જણાવીને દેશને ગુમરાહ કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે પીઅમ ચોકીદાર નહી ભાગીદાર છે. એટલા માટે પીએમ મોદી મારી સાથે નજર નથી મિલાવી શકતા. જેના પર પીએમ મોદી પણ જોર જોરથી હસવા લાગ્યા.'

તમારા મનમાં મારા માટે નફરત પરંતુ મારા દિલમાં પ્રેમ...

ત્યારબાદ પણ રાહુલ ગાંધીનો હુમલો મોદી સરકાર પર ચાલુ રહ્યો. રાહુલ ઘણા ઉત્તેજિત જોવા મળી રહ્યા હતા. હું પ્રધાનમંત્રી અને આરએસએસનો આભારી છુ કે તેમણે મને કોંગ્રેસનો અર્થ સમજાવ્યો, તેમણે મને હિંદુસ્તાની હોવાનો અર્થ સમજાવ્યો, હિંદુસ્તાનીનો અર્થ તમને કોઈ કંઈ પણ કહે, ગાળો આપે, જૂઠુ બોલે, લાઠી મારે તમારા દિલમાં તેના માટે પ્રેમ હોવો જોઈએ, આ વાત નરેન્દ્ર મોદીજી, ભાજપ અને આરએસએસ એ મને શીખવાડી. એટલા માટે હું આપનો દિલથી આભાર વ્યક્ત કરુ છુ.

તમારા માટે હું પપ્પુ છુ...

હું તમારો આભારી છુ કે તમે મને ધર્મ શીખવાડ્યો, શિવજીનો અર્થ સમજાવ્યો અને હિંદુ હોવાનો અર્થ સમજાવ્યો, આ આપણા દેશનો ઈતિહાસ છે, તમારી અંદર મારા માટે નફરત છે, તમારી અંદર મારા માટે ગુસ્સો છે, તમારા માટે હું પપ્પુ છુ, તમે ભલે મને ગમે તેટલી ગાળો બોલો પરંતુ મારી અંદર તમારા પ્રત્યે પ્રેમ છે, આ જ કોંગ્રેસની ભાવના છે, આ ભાવના તમારી અંદર પણ છે અને હું તમારા બધાની અંદરથી આ ભાવના બહાર કાઢીશ અને તમને બધાને કોંગ્રેસમાં બદલીશ.

રાહુલના અંદાજથી સંસદ આશ્ચર્યચક્તિ રહી ગઈ

ત્યારબાદ તરત જ રાહુલ ગાંધી પોતાની સીટ પરથી ઉઠ્યા અને ઝડપથી ચાલીને પીએમ મોદીની સીટ સુધી પહોંચ્યા, તેમની સાથે હાથ મિલાવ્યો અને તેમને ગળે મળ્યા. અચાનક આ બધુ થતા જોઈ પીએમ મોદી સહિત આખી સંસદ ચોંકી ગઈ. જો કે ત્યારબાદ જતા જતા રાહુલ ગાંધીને પીએમે પણ રોક્યા અને તેમણે પણ રાહુલ સાતે હાથ મિલાવ્યો અને પછી તેમને ગળે મળ્યા. આ દરમિયાન રાહુલ સાથે કંઈક વાત પણ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X