બાબરી વિધ્વંસ મામલોઃ કાલે CBI કોર્ટનો ફેસલો આવશે, કેન્દ્રએ કેટલાય રાજ્યોને અલર્ટ કર્યાં
બાબરી વિધ્વંસ મામલોઃ કાલે CBI કોર્ટનો ફેસલો આવશે, કેન્દ્રએ કેટલાય રાજ્યોને અલર્ટ કર્યાં
લખનઉઃ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે બહુપ્રતિક્ષિત ફેસલો બુધવારે સંભળાવશે. જે જોતાં કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સુરક્ષા ઈંતેજામ કરવાના આદેશ આપ્યા. કેન્દ્ર સરકારે ફેસલા બાદ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જિલ્લામાં કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે રાજ્યોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 આરોપિત છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે ફેસલો કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રભાવ પાડી શકે છે. કેમ કે બંને પક્ષના અરાજક તત્વો ફેસલાને સાંપ્રદાયિક રૂપ આપી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર અલર્ટમાં કહેવામાં આવ્યું કે, કેટલાય મુસ્લિમ સંગઠનો જે રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ કેસ પર સુપ્રીમ કોર્ટના ફેસલાથી નાખુશ હતા. તેઓ ઉમ્મીદ કરી રહ્યા છે કે વિધ્વંસ મામલે અરજદારોને દોષી ઠહેરાવવાથી તેમને ન્યાય ના મળી શકે. જો તેમની ઉમ્મીદ મુજબ ફેસલો નહિ આવે તો તેઓ વિરોધનો સહારો લઈ શકે છે.
અલર્ટે દાવો કર્યો કે કેટલાક કટ્ટરપંથી સમૂહ દેશમાં એન્ટી સીએએ/ એનઆરસી/ એનપીઆર આંદોલનને પુનર્જીવિત કરવાના અવસરની તલાશમાં છે. જ્યારે હિન્દુ સંગઠનોને ઉમ્મીદ છે કે વિધ્વંસ મામલે આરોપી છૂટી જશે. કેન્દ્રએ કહ્યું કે સાંપ્રદાયિક મામલાના કારણે કેટલાક રાજ્યોમાં સ્થિતિ તણાવપૂર્ણ હોય શકે છે. રાજ્ય સરકારોને સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષા આકરી કરવા અને સોશિયલ મીડિયામાં ભડકાઉ સામગ્રી પર આકરી નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
અયોધ્યામાં બાબરી વિધ્વંસના 28 વર્ષ જૂના મામલામા સીબીઆઈની વિશેષ કોર્ટ બુધવારે ઐતિહાસિક ફેસલો સંભળાવશે. 1992માં વિવાદિત ઢાંસાના વિધ્વંસ મામલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ડૉ મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ ઉમા ભારતી, સાધ્વી ઋતંબરા, વિનય કટિયાર, રામ વિલાસ વેંદાતી ઉપરાંત શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સહિત તમામ 32 આરોપીઓના નિવેદન 31 ઓગસ્ટ સુધી નોંધવામાં આવી ચૂક્યાં છે. ઉમા ભારતી અને કલ્યાણ સિંહ કોરોના સંક્રમણના લપેટામાં આવી બે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ છે. ફેસલા સમયે તેઓ અદાલતમાં હાજર રહેશે કે નહિ તે અંગે હજી કંઈ માહિતી મળી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
