Baba Siddique : બાબા સિદ્દીકી મર્ડર કેસમાં ચૌથા આરોપીની ઓળખ થઈ, જાણો કોણ છે ગુરમેલ સિંહ?
Baba Siddique Murder case : બાબા સિદ્દીકી મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં પોલીસે કુલ આરોપીઓની ધરપકડ કરી છે.
આ કેસના આરોપીઓ ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને મુંબઈ ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજુ કર્યા. પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરી છે.

કોર્ટમાં એક આરોપી ધર્મરાજ કશ્યપે પોતાને સગીર ગણાવ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ધર્મરાજ કશ્યપે દાવો કર્યો કે તે સગીર છે અને માત્ર 17 વર્ષનો છે.
આ ખુલાસા બાદ કોર્ટે ધર્મરાજ કશ્યપને પોલીસ કસ્ટડીમાં નથી મોકલ્યો. કોર્ટે આરોપી ધર્મરાજ કશ્યપને ઓસિફિકેશન ટેસ્ટ બાદ ફરીથી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે આરોપી ગુરમેલ સિંહને 21મી ઓક્ટોબર સુધી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જો કે બાબા સિદ્દીકીના વકીલે ધર્મરાજના દાવાને રદિયો આપ્યો.
તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા બંને આરોપીઓના આધાર કાર્ડ મળી આવ્યા છે. આધાર કાર્ડમાં ગુરમેલની ઉંમર 23 વર્ષ અને ધરમરાજ કશ્યપની ઉંમર 21 વર્ષ છે.
ઓસિફિકેશન ટેસ્ટ એક તબીબી પ્રક્રિયા છે અને તેમાં હાડકાંના ફ્યુઝનની ડિગ્રીનું વિશ્લેષણ કરીને ઉંમરનો અંદાજ લગાવવામાં આવે છે. ઉંમર નક્કી કરવાની આ ફેમસ પદ્ધતિ છે. આ દરમિયાન બાબા સિદ્દીકી હત્યા કેસના ચોથા આરોપીની ઓળખ થઈ ગઈ છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના જણાવ્યા અનુસાર, ચોથા આરોપીનું નામ મોહમ્મદ જીશાન અખ્તર છે. શિવ કુમાર અને મોહમ્મદ જશિન અખ્તર હાલમાં ફરાર છે અને મુંબઈ પોલીસે તેમને પકડવા માટે 10 ટીમો બનાવી છે.
બાબા સિદ્દીકી હત્યા કેસનો ચોથો આરોપી મોહમ્મદ જશિન અખ્તર આ વર્ષે જ 7 જૂને પટિયાલા જેલમાંથી બહાર આવ્યો હતો. પંજાબની પટિયાલા જેલમાં જ તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંચાલકોના સંપર્કમાં આવ્યો હતો. મોહમ્મદ જસીન અખ્તર જલંધરનો રહેવાસી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
