પહેલવાનોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ, કહ્યુ - બહેન-દીકરીઓ વિશે રોજ બકવાસ કરતા બૃજભૂષણને જેલમાં નાખો
Baba Ramdev support of protesting wrestlers: યોગ ગુરુ બાબા રામદેવ હવે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યા છે. બાબા રામદેવે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડ કરવાની વાત કરી છે.
રામદેવે બૃજભૂષણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવનાર મહિલા રેસલર્સનુ સમર્થન કર્યુ છે. બૃજભૂષણ શરણ સિંહ પર પ્રહાર કરતાં બાબા રામદેવે કહ્યું છે કે કુસ્તી મહાસંઘના વડા બ્રિજભૂષણ શરણ સિંહને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

રાજસ્થાનના ભીલવાડા પહોંચેલા સ્વામી રામદેવે કહ્યુ, 'દેશના કુસ્તીબાજોના જંતર-મંતર પર ધરણા દેવા અને કુસ્તી મહાસંઘના વડા (બ્રિજભૂષણ શરણ સિંહ) પર ઉત્પીડનનો આરોપ લગાવવો તે અત્યંત શરમજનક છે. આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. તે (બ્રિજભૂષણ શરણ સિંહ) રોજ મોઢુ ઉઠાવીને માતા, બહેન અને દીકરીઓ વિશે વાહિયાત વાતો કરે છે. આ અત્યંત નિંદનીય કૃત્ય અને પાપ છે.'
રાજસ્થાનના ભીલવાડામાં ત્રણ દિવસીય યોગ શિબિરમાં બૃજ ભૂષણ સામે એફઆઈઆર દાખલ થયા પછી પણ તેમની ધરપકડ કરવામાં આવી ન હોવા અંગે પૂછવામાં આવતા ગુસ્સે ભરાયેલા બાબા રામદેવે કહ્યું, 'હું માત્ર નિવેદન આપી શકુ છુ. હું વિરોધ કરી શકુ છુ. તેને જેલમાં ધકેલી ન શકુ.'
બાબા રામદેવે કહ્યું કે, 'હું રાજકીય રીતે તમામ પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છું. હું બૌદ્ધિક રીતે નાદાર નથી. હું માનસિક કે બૌદ્ધિક રીતે વિકલાંગ નથી, મારી પાસે દેશ માટે એક વિઝન છે. જ્યારે હું રાજકીય દૃષ્ટિકોણથી નિવેદન આપુ છુ ત્યારે મામલો થોડો ઉલટો થઈ જાય છે અને તોફાન સર્જાઈ જાય છે. પરંતુ તેમ છતાં હું મારી વાત રજૂ કરુ છુ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
