Ayodhya Verdict પહેલા દેશભરમાં હાઈ અલર્ટ, આ શહેરોમાં કલમ 144 લાગૂ
Ayodhya Verdict પહેલા દેશભરમાં હાઈ અલર્ટ, આ શહેરોમાં કલમ 144 લાગૂ
લખનઉઃ સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યા વિવાદ પર 10.30 વાગ્યે ફેસલો સંભળાવશે. હવે માત્ર ઘણતરીની કલાકો જ બાકી છે. ચુકાદાને પગલે દેશભરમાં આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કરવામાં આવ્યા છે. આખા યૂપીમાં કલમ 144 લાગૂ છે. અયોધ્યાને છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. માત્ર યૂપી જ નહિ બલકે દેશના અન્ય કેટલાય રાજ્યો હાઈ અલર્ટ પર છે અને ત્યાં પણ કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

ભોપાલમાં કલેક્ટર તરુણ પિથોડેએ સોશિયલ મીડિયા આપત્તિજનક, ભડકાઉ, કોઈ સંપ્રદાય વશેષને ટાર્ગેટ કરતા સંદેશ, તસવીરો, વીડિયો પોસ્ટ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તમામ ઉપાયો ઉપરાંત પ્રશાસને એક ખાસ તૈયારી કરી છે, જેમાં મહત્વની ભૂમિકા હશે આશા કાર્યકર્તા, એએનએમ, આંગણવાડી કાર્યકર્તા અને પટવારિયોઓની જે સુનિશ્ચિત કરશે કે રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દ બન્યું રહે. આખા ભોપાલમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સ્કૂલ અને કોલેજ બંધ કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. બિહારની રાજધાની પટનામાં પણ સુરક્ષાના કડક ઈંતેજામ કરવામાં આવ્યા છે. જિલ્લાધિકારી કુમાર રવિએ પટનાવાસિઓને અપીલ કરી છે કે અયોધ્યા મામલે નવેમ્બરે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના ફેસલાને સૌહાર્દપૂર્ણ રીતે જોવા તથા શાંતિ વ્યવસ્થા બનાવી રાખે.
બીજી તરફ ઉત્તરાખંડના ડીજી તરફથી તમામને સતર્કતા દાખવી શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે લખ્યું.. જેમ કે તમને બધાને ખબર છે કે અયોધ્યા મામલે શનિવારે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચનો ફેસલો આવી જશે. તમને બધાને અપીલ છે કે કોઈપણ પ્રકારના મેસેજ ફોરવર્ડ કરતા પહેલા તેની સત્યતા ચકાશવી. નહિતર તમારા દ્વારા કરવામાં આવેલ એક પણ ખોટો મેસેજ લાખો લોકોને મુસિબતમાં ફસાવી શકે છે અને ઉત્તર પ્રદેશનો માહોલ ખરાબ કરવાનું કારણ બની શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
