અયોધ્યા કેસઃ ચુકાદો આવતા પહેલા CJI રંજન ગોગોઈ રિટાયર થયા તો શું થશે? જાણો
સીજેઆઈ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યા છે. એવામાં તેમના રિટાયરમેટ પહેલા ચુકાદો ન આવવા પર આમાં પેચ ફસાઈ જશે.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે અયોધ્યા કેસની અંતિમ દોરની સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ વિશે 38માં દિવસે સુનાવણી કરી રહી છે. દેશના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જસ્ટીસની પીઠે 6 ઓગસ્ટથી રોજિંદી આની સુનાવણી શરૂ કરી હતી. આ પહેલા કોર્ટે સૌહાર્દપૂર્વક ઉકેલ કાઢવા માટે મધ્યસ્થતા પ્રક્રિયા શરૂ કરી હતી જે નિષ્ફળ ગઈ. આ કેસમાં સુનાવણીને જોતા અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

રંજન ગોગોઈના રિટાયર થતા પહેલા ચુકાદો ન આવવા પર...
ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈએ 18 ઓક્ટોબર સુધી અયોધ્યા કેસમાં સુનાવણી ખતમ કરવાની અસ્થાઈ સમયસીમા નક્કી કરી છે. એવામાં કોર્ટ અંતિમ દોરની સુનાવણી પૂરી કર્યા બાદ પોતાનો ચુકાદો સાંભળવા માટે એક મહિનાનો સમય લેશે. સીજેઆઈ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યા છે. એવામાં તેમના રિટાયરમેટ પહેલા ચુકાદો ન આવવા પર આમાં પેચ ફસાઈ જશે.

શું હોય છે નિયમ
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધીની પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટની જે પીઠ કેસની સુનાવણી કરે છે તે જ ચુકાદો સંભળાવે છે. જો એક જસ્ટીસ કેસનો ચુકાદો આવતા પહેલા રિટાયર થાય તો કેસની સુનાવણી માટે નવી પીઠની રચના થાય છે અને કેસની ફરીથી સુનાવણી થાય છે. સુપ્રીમ કોર્ટના વકીલ અતુલ કુમારે કહ્યુ કે કારણકે સીજેઆઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યા છે એવામાં અંતિમ સમયસીમા નક્કી કરવી યોગ્ય છે. તેમણે ચીફ જસ્ટીસ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયસીમાની વ્યાવહારિકતાને રેખાંકિત કરીને કહ્યુ કે કોર્ટમાં આ કેસ ઉપરાંત અમુક અન્ય બંધારણીય કેસ પર પણ વિચાર કરવાનો છે જેમાં નવો ભૂમિ અધિગ્રહણ કાયદો પણ છે. સીજેઆઈને આના માટે સમય જોઈએ.

મધ્યસ્થતા પેનલની પણ કરી રચના
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે માર્ચમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફએમ ઈબ્રાહીમ ખલીફુલ્લાહની અધ્યક્ષતામાં એક મધ્યસ્થતા પેનલની રચના કરવામાં આવી જેમાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સભ્ય સભ્યના રૂપમાં શામેલ હતા. પેનલને પોતાનો રિપોર્ટ આપવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે ઓગસ્ટની શરૂઆતમાં એક રિપોર્ટે મધ્યસ્થતાના પ્રયત્નોની નિષ્ફળતાના સંકેત આપ્યા. આના કારણે 6 ઓગસ્ટથી અયોધ્યા કેસની દિન-પ્રતિદિન સુનાવણી શરૂ થઈ ગઈ. કુમારે કહ્યુ કે જો કેસમાં શામેલ જજ કે જે રિટાયર થવાના હોય અને તે ચુકાદો સંભળાવી ના શકે તો આવી ખરાબ પરિસ્થિતિમાં નવી બંધારણીય પીઠના સમયે નવી રીતે દલીલો રજૂ કરવામાં આવશે, આ સમયની બરબાદી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
