સપના ચૌધરીને ડાંસ કરતી જોઈ પાગલ થયા લોકો, સ્ટેજ પર ચઢી ગયા અને પછી...
સપના ચૌધરીને ડાંસ કરતી જોઈ પાગલ થયા લોકો, સ્ટેજ પર ચઢી ગયા અને પછી...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણાથી લઈ રાજસ્થાન સુધી પોતાના ડાંસ દ્વારા લાખોના દિલ પર રાજ કરનાર પ્રખ્યાત ડાંસર સપના ચૌધરી જ્યારે સ્ટેજ પર હોય છે ત્યારે તેમના ફેન્સને સંભાળવા બહુ મુશ્કેલ કામ હોય છે. ગાઝિયાબાદના લોની વિસ્તારમાં સ્ટેજ શો દરમિયાન સપના ચૌધરીના ડાંસથી ઘાયલ થયેલ ચાહકોએ બેકાબૂ બનીને સ્ટેજ પર ચઢી ગયા હતા. જે બાદ સપનાના બાઉન્સરે ભારે જહેમત બાદ ભીડને કાબૂમાં કરી અને સપનાને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી.

સપના મોડી પહોંચતાં લોકો બેકાબૂ થયા
ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી રવિવારે રાત્રે લોની વિસ્તારના ડીએલએફ કૉલોનીમાં સ્ટેજ શો કરવા પહોંચી હતી. વરસાદના કારણે સપનાને આવતાં થોડું મોડું થઈ ગયું હતું અને તે રાત્રે 9 વાગ્યે સ્ટેજ પર પહોંચી હતી. જે બાદ જેવો સપના ચૌધરીએ ડાંસ કરવો શરૂ કર્યો કે તેમની સામે બેઠેલા દર્શકો બેકાબૂ થઈ ગયા. આ દરમિયાન કેટલાક લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા. જેને પગલે સપના ચૌધરીના બાઉન્સરોએ ધક્કા મારીને લોકોને સ્ટેજ નીચે ઉતારવાની કોશિશ કરી હતી પણ લોકોએ એક ન સાંભળતાં બાઉન્સરોએ મુક્કા મારીને નીચે ઉતાર્યા હતા.

પોલીસે ભીડને સંભાળી
બાઉંસરોના આ વલણને જોઈ શોમાં વિવાદ થયો અને આ મામલાની પોલીસને જાણકારી આપવામાં આવી. મોકે પહોંચેલી પોલીસે ભીડને કાબૂમાં લીધી. બાદમાં સપના ચૌધરીના બાઉન્સરોએ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી. પોલીસે આયોજકોને આકરી ચેતાવણી આપતા કહ્યું કે રાત્રે 10 વાગ્યા બાદ જો આવા પ્રકારના કોઈ શોનું આયોજન કર્યું તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સપનાના શોમાં અગાઉ પણ હંગામો થઈ ચૂક્યો છે
જણાવી દઈએ કે આવું પહેલી વખત નથી બન્યું જ્યારે સપનાના શોમાં હંગામો થયો હોય. પછલા દિવસોમાં હરિયાણાના ફરીદાબાદમાં પણ સપનાના ડાંસ શો દરમિયાન દર્શકોની ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. સપનાએ સ્ટેજ પરથી જ લોકોને સમજાવવાની કોશિશ કરી પરંતુ જ્યારે લોકો ન માન્યા તો શો અધવચ્ચે જ છોડી દેવો પડ્યો હતો. આ દરમિયાન સપનાને ભીડની વચ્ચેથી કાઢવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
