Pics: આ જ્યોતિષ ઉપાયોથી મેળવો સંતાનસુખ
[જ્યોતિષ] કહેવાય છે કે કોઇપણ દામ્પત્ય જીવન ત્યારે જ સફળ થાય છે જ્યારે તે સંબંધથી કોઇ સંતાન જન્મ લે છે. પરંતુ ક્યારેક-ક્યારેક કોઇ કારણવશ સંતાનના જન્મ લેવામાં અડચણ પણ આવે છે જેના કારણે કોઇનું આંગણું સૂનું રહી જાય છે.
સામાન્ય રીતે આવી મુશ્કેલીઓ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે આવે છે પરંતુ ક્યારેક-ક્યારેક પતિ-પત્ની બંનેના સ્વસ્થ હોવા છતાં ઘરમાં બાળકોની કમી રહે છે, જેના કારણે ગ્રહોની દશા ઠીક નહીં હોવાનું કહેવામાં આવે છે જેને આપ જ્યોતિષના માધ્યમથી દૂર કરી શકો છો.
જો જ્યોતિષ વિદ્યા પર ધ્યાન આપીએ તો સંતાન સુખ નહીં મળવાના નિચેના કારણો હોઇ શકે છે...
1. સ્ત્રીના પંચમ ભાવના સ્વામી સપ્તમમાં હોય છે તો નારી માતા નથી બની શકતી.
2. સ્ત્રીના સપ્તમમાં શત્રુ રાશિ હોય તો નારી માતા નથી બની શકતી.
3. સ્ત્રીના પંચમ ભાવમાં રાહુ હોય તો પણ સંતાન પેદા નથી થતી.
4. તે જ રીતે સપ્તમ ભાવમાં સૂર્ય અથવા શનિ નીચે હોય છે તો સંતાન સુખ નથી મળતું.
જો કુંડલીમાં એવી મુશ્કેલીઓ સામે આવે તો નિમ્ન ઉપાય કરવા જોઇએ...

શ્રી કૃષ્ણની પૂજા
પતિ-પત્ની બંને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઇએ અને સવારે સાંજે ગણેશજીની સામે દેશી ઘીનો દીવો કરીને 'ऊं क्लीं देवकी सूत गोविंदो वासुदेव जगतपते देहि मे, तनयं कृष्ण त्वामहम् शरणंगता: क्लीं ऊं।।' ના મંત્રનો જાપ કરવો જોઇએ.

ગુરુવારનું વ્રત
પતિ-પત્ની બંનેને 21 ગુરુવારનું વ્રત કરવું જોઇએ અને કેળાના પત્તામાં જળ ચડાવવું જોઇએ. ગુરૂ મજબૂત થવાના કારણે નકારાત્મક દ્રષ્ટિ નાખનારા ગ્રહોની અસર ઓછી થઇ જાય છે.

પ્રદોષનું વ્રત
સંતાન સુખથી વંચિત નારીએ 11 પ્રદોષનું વ્રત પણ કરવું જોઇએ. પ્રદોષના વ્રતથી ગ્રહોની નકારાત્મક શક્તિ ઓછી થાય છે.

ગરીબોને ભોજન
દરેક સોમવારે ગરીબોને ભોજન કરાવો. તેમાં કોઇ શંકા નથી કે ગરીબોની દુવાઓ હંમેશા લાગે છે. આ ઉપાય દરેક ધર્મમાં લાગુ થાય છે.

પીપળાનું વૃક્ષ
ઘરમાં આંબા, આંબળા પીપળાનું વૃક્ષ લગાવો. આ વૃક્ષો જેટલા વધારે ફળશે આપનો ગુરૂ મજબૂત થશે. અને સૌથી શક્તિશાળી ગ્રહ હોવાના કારણે આપની તમામ મનોકામના પૂર્ણ થશે.

દૂધનું સેવન
સવાર સાંજ દૂધનું સેવન કરો. તેને શરીર સ્વસ્થ થવાની સાથે સાથે આપના ગ્રહ અનુકૂળ થાય છે.

ગોપાલ સહસ્રનામ
ગોપાલ સહસ્રનામનું પાઠ કરો. આ પાઠનું નિયમિત રીતે પઠન કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે.

હરિવંશ પુરાણ
હરિવંશ પુરાણનું પઠન કરો. આ પુરાણ વિશેષ રીતે સંતાન પ્રાપ્તિ માટે બનાવવામાં આવ્યું છે.

ગુપ્તદાન આપો
કોઇ અનાથાલયમાં ગુપ્ત દાન આપો. તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે ગરીબોની દુઆઓ હંમેશા લાગે છે. આ ઉપાય દરેક ધર્મમાં લાગુ પડે છે.

વસ્ત્રદાન
શનિવારને ગરીબને વસ્ત્ર વહેંચો. વસ્ત્રદાન કરવાથી ભગવાન સૌથી વધારે ખુશ થાય છે. તેનાથી ઘણા વધારે કષ્ટ જાતે દૂર થઇ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
