મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ, દિલ્હી મુખ્યાલય બહાર જશ્નનો માહોલ
દિલ્હી મુખ્યાલય બહાર કોંગ્રેસના કાર્યકરોમાં જશ્નનો માહોલ
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં શરૂઆતી પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને લીડ મળી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટી પરિણામોમાં બહુમત હાંસલ કરતી જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટીએ લીડ બનાવી રાખી છે. ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે અને એવામાં કોંગ્રેસના પ્રદર્શને પાર્ટી કાર્યકર્તાઓના જશ્નને મોકો આપી દીધો છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય બહાર કાર્યકર્તાઓ ફટાકડા ફોડી જશ્ન મનાવી રહ્યા છે.

દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય બહાર કાર્યકર્તાઓ જશ્નમાં ડૂબ્યા છે. એમની આ ખુશી મધ્ય પ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢના પરિણામોના કારણે છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાનમાં સવારે 10.30 વાગ્યા સુધી આવેલ પરિણામોમાં કોંગ્રેસ 108 સીટ પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ભાજપ 76 સીટ પર આગળ ચાલી રહ્યું છે. છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટી લીડ બનાવી લીધી છે. અહીં કોંગ્રેસ 59 સીટ પર આગળ છે, જ્યારે ભાજપ 24 સીટ પર આગળ છે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો અહીં 10.30 વાગ્યા સુધી કોંગ્રેસ અને ભાજપની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ 116 સીટ પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 101 સીટ પર આગળ ચાલી રહ્યું છે. પરિણામોને જોતાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જોશમાં જોવા મળી રહ્યા છે. હાલ ફાઈનલ પરિણામ આવવામાં સમય છે, પરંતુ પરિણામમાં કોંગ્રેસે લીડ બનાવી લીધી છે.
આ પણ વાંચો- ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાંથી ભણેલા સચિન બનશે રાજસ્થાનના સીએમ? વાંચો પ્રોફાઈલ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
