રાજસ્થાનના રણમાં મોદીની આંધી, ગેહલોતનો ‘રાજ’ મહેલ ધ્વસ્ત
જયપુર, 8 ડિસેમ્બરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2013માં રાજસ્થાન ચોક્કસપણે મોદીની આંધી આવી છે. જેમાં ગેલહોત સરકાર અને કોંગ્રેસનો રાજ મહેલ ધ્વસ્ત થઇ ગયો છે. રાજસ્થાનમાં જનતાએ મોદીના વિકાસ મોડલ પર વિશ્વાસ મુકીને ભારતીય જનતા પાર્ટીને મનમુકીને મત આપ્યા છે, જેના કારણે કોંગ્રેસ કારમી સ્થિતિમાં મુકાઇ ગઇ છે. આંકડાઓની સ્થિતિ પર નજર ફેરવવામાં આવે તો ભાજપના નામે 161 અને કોંગ્રેસના નામે 15 બેઠકો છે, જ્યારે અન્યના ફાળે 15 બેઠક આવે છે.
| રાજસ્થાન(199 બેઠક) | આગળ |
| ભાજપ | 161 |
| કોંગ્રેસ | 23 |
| અન્ય | 15 |
આ આંકડાને જોતા સ્પષ્ટપણે માની શકાય છે કે ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી દરમિયાન રાજસ્થાનમાં જે વિકાસ અંગેના રાજકારણની વાત કરી હતી, તેની અસર હાલ જોવા મળી રહી છે. અને આ જંગમાં ભાજપ સામે કોંગ્રેસ જરા પણ રેસમા નહીં હોવાનું લાગી રહ્યું છે.

કોંગ્રેસના સૂપડા સાફ
ગેહોલત સરકાર વિરુદ્ધ જનતાનો આક્રોશ એ હદે બહાર આવ્યો કે, વિધાનસભા ચૂંટણી 2013માં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા. ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કોંગ્રેસના ભ્રષ્ટાચારને અને જનતા વિરોધી નીતિને જનતાની વચ્ચે લાવીને તેમનો વિશ્વાસ જીત્યો, જેના કારણે આ ચૂંટણીમાં ભાજપ 142 બેઠક સાથે બહુમત મેળવવામાં સફળ રહ્યું છે.

મોદી ફેક્ટરની થઇ અસર
ગુજરાતના પાડોશી રાજ્યમાં મોદી ફેક્ટરની શાનદાર અસર જોવા મળી છે. ગુજરાતમાં જે પ્રકારનો વિકાસ થયો છે, તે રાજસ્થાનની જનતાઓ જોયો છે અને મોદી દ્વારા સતત રાજસ્થાનમાં જે સભાઓ સંબોધવામાં આવી તેમાં ગુજરાતના વિકાસની વાતો કરી હતી અને રાજસ્થાન પણ ગુજરાત જેવો વિકાસ કરી શકે છે, તેવું કહીંને જનતાનો વિશ્વાસ જીતી લીધો હતો, જેની અસર ચૂંટણી પરિણામમાં જોવા મળી રહી છે.

મોદી ફેક્ટરની અસરઃ વસુંધરા રાજે
રાજસ્થાનમાં જે પરિણામ મળ્યા છે, તેની પાછળ મોદી એ મોટું ફેક્ટર છે. લોકો જાણે છે કે તેમણે ગુજરાતમાં શું કર્યું છે. આ એક સેમીફાઇનલ છે અને આ સાકરાત્મક વલણ છે.

અમે પ્રયાસોમાં નિષ્ફળ રહ્યાં: અશોક ગેહલોત
અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપ દ્વારા અમારી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવામા આવ્યો. કોંગ્રેસ પાર્ટી પર ભ્રષ્ટાચાર સહિતના વિવિધ આરોપો ભાજપ દ્વારા લગાવવામાં આવ્યા હતા. અમારે જે પ્રયાસો કરવા જોઇતા હતા અને વિકાસ આધારિત જે વાતો કરવાની હતી તે કરવામાં નિષ્ફળ રહ્યાં છીએ અને તેના કારણે અમારો પરાજય થયો છે. આ તકે તેમણે કેન્દ્ર સરકાર પર પણ હારનું ઠીકરું ફોડ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
