ગાંધી પરિવાર વિના વિખેરાઈ જશે કોંગ્રેસ એટલા માટે તેમનુ નેતૃત્વ જરૂરીઃ અશોક ગેહલોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને શિવસભક્ત અને દેશભક્ત ગણાવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને શિવસભક્ત અને દેશભક્ત ગણાવ્યા છે. તે ઉપરાંત તેમણે ગાંધી પરિવાર વિશે પણ નિવેદન આપ્યુ છે. અશોક ગેહલોતે કહ્યુ કે કોંગ્રેસની એકતા માટે ગાંધી પરિવારનું નેતૃત્વ જરૂરી છે. અશોક ગેહલોતે કહ્યુ કે રાહુલ ગાંધી દેશહિતમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

ગાંધી પરિવારનું નેતૃત્વ જરૂરીઃ અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કહ્યુ કે ગાંધી-નહેરુ પરિવાર વિના પાર્ટી વિખેરાઈ જશે. માટે પાર્ટીમાં એકતા જાળવી રાખવા માટે તેમનુ નેતૃત્વ જરૂરી છે. ગેહલોતે કહ્યુ કે રાહુલ ગાંધી ગરીબોના હિત અને દેશહિત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી ક્યારેક ટીકાઓને વ્યક્તિગત નથી લેતા.

ટીકાઓને વ્યક્તિગત નથી લેતાઃ ગેહલોત
ગાંધી પરિવારની પ્રશંસા કરતા અશોક ગેહલોતે કહ્યુ કે છેલ્લા 30 વર્ષોથી આ પરિવારના કોઈ વ્યક્તિએ સરકારમાં કોઈ જવાબદારી નથી લીધી. તેમણે વર્ષ 2004નો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે વખતે એવો મોકો આવ્યો તો સોનિયા ગાંધીએ ત્યાગ કરીને વરિષ્ઠ નેતા મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવ્યા. ગેહલોતે કહ્યુ કે પોતાના લાંબા રાજકીય અનુભવોના આધારે એ કહી શકુ છુ કે ગાંધી પરિવાર વિના પાર્ટી અલગ પડી જશે. તેમણે રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યુ કે પાર્ટીના બધા કાર્યકર્તા તેમના પર વિશ્વાસ કરે છે અને રાહુલ ગાંધીના સવાલોના જવાબ પીએમ મોદી નથી આપી શકતા.

સચિન પાયલટ સાથે કોઈ મતભેદ નહિઃ ગેહલોત
અશોક ગેહલોતે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તે પોતાના મનની વાત થોપે છે મનની વાત કરતા નથી. જ્યારે રાહુલ ગાંધી કહે છે કે જનતાની વાત સાંભળો. રાહુલ ગાંધીએ ખેડૂતોને જે વચન આપ્યા હતાતેને પૂરા કર્યા. હવે લઘુત્તમ આવક ગેરેન્ટી અને આરોગ્યના અધિકારની વાત રાહુલ ગાંધીએ કરી છે અને આ બંને મુદ્દાઓ ચૂંટણીમાં મુખ્ય રીતે ઉઠાવવામાં આવશે. સચિન પાયલટ સાથે મતભેદના સમાચારો પર તેમણે કહ્યુકે આ માત્ર મીડિયાની બનાવેલી વાતો છે. મારે પાયલટ સાથે કોઈ વિવાદ નથી.












Click it and Unblock the Notifications
