આસારામ ઇન્દોર આશ્રમમાં અંડરગ્રાઉન્ડ : ઇન્દોરમાં જામીન માટે કરી અરજી
ઇન્દોર, 31 ઓગસ્ટ : કિશોરી પર બળાત્કારના કથિત આરોપમાં ભાગતા ફરતા આધ્યાત્મિક ગુરુ આસારામ ગઇ કાલે દેવાસમાં દેખાયા બાદ આજે અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. આજે માહિતી મળી છે કે તેમણે વચગાળાના જામીન મેળવવા માટે ઇન્દોર કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ દ્વારા તેઓ કાયદાકીય પગલાંથી બચવાના તમામ ઉપાયો અજમાવી રહ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 30 ઓગસ્ટે સમનનો સમય પૂરો થઇ ગયો છે. ત્યાર બાદ આસારામ બાપુ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. આ પહેલા આસારામે પોલીસ ધરપકડથી બચવા માટે 30 ઓગસ્ટે, શુક્રવારે અમદાવાદ કોર્ટમાં વચગાળાના જામીન માંગ્યા હતા. આ અરજીને કોર્ટો નકારીને રાજસ્થાન કોર્ટમાં અરજી કરવા નિર્દેશ કર્યો હતો. ત્યાર બાદ તેઓ છેલ્લે દેવાસમાં જોવા મળ્યા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે આસારામ તેમના ઇન્દોર આશ્રમમાં પહોંચીને ભૂગર્ભમાં જતા રહ્યા છે. તેઓ ઇન્દોર આશ્રમમાં પાછલા બારણે પ્રવેશ્યા છે. બીજી તરફ આજે સમગ્ર ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ પર જોધપુરના આસારામ આશ્રમમાં તેમના સમર્થકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મીડિયાકર્મીઓ સાથે મારપીટ ઉપરાંત તેમના માઇક ઝૂંટવી લેવા ઉપરાંત તેમના કેમેરા તોડવામાં આવ્યા હતા. આ હુમલાખોરોમાં મહિલા સમર્થકોનો પણ સમાવેશ થતો હતો. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે 6 સમર્થકોની ધરપડક કરી છે.
મીડિયા પર થયેલા હુમલા કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજસ્થાન સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે રાજસ્થાન સરકારને નિર્દેશ કર્યો છે કે બાકાબૂ બનેલા આસારામના સમર્થકો સામે કડકાઇથી પગલા ભરવામાં આવે.
આ નિર્દેશને પગલે જોધપુરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. આ સાથે પોલીસે જોધપુર આશ્રમને ખાલી કરાવાનું શરૂ કરી દીધું છે. આશ્રમને સીલ પણ કરી દેવામાં આવ્યો છે. આશ્રમની બહાર પોલીસ દળને તૈનાત કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે મોટી સંખ્યામાં આસારામના સમર્થકો આશ્રમ બહાર ઉમટી પડ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
