Rajasthan: જેલમાં બંધ આસારામની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં ભરતી
જોધપુર જેલમાં સજા કાપી રહેલ રેપના દોષી આસારામ બાપૂની તબિયત અચાનક કાલે બગડી ગઈ.
Rajasthan: Asaram admitted to hospital for chest pain: જયપુરઃ જોધપુર જેલમાં સજા કાપી રહેલ રેપના દોષી આસારામ બાપૂની તબિયત અચાનક કાલે બગડી ગઈ ત્યારબાદ તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ઈમરજન્સી વૉર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આસારામનો હાર્ટ એટેક આવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પહેલા તેમના છાતીમાં પીડા થઈ ત્યારબાદ પહેલા તેમની જેલની ડિસ્પેન્સરી લઈ જવામાં આવ્યા પરંતુ સ્થિતિ બગડતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં જાણવા મળ્યુ કે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો છે. જો કે જેલ પ્રશાસન તરફથી આ વિશે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 વર્ષથી રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામને નવેમ્બર 2020એ મોટી રાહત ત્યારે મળી હતી જ્યારે રાજસ્થાન હાઈકોર્ટે આસારામની જલ્દી સુનાવણીવાળી અરજીને સ્વીકારી લીધી, આસારામે પોતાની અરજીમાં પોતાની ઉંમરની દલીલ આપીને કહ્યુ હતુ કે હું 80 વર્ષનો છુ અને વર્ષ 2013થી જેલમાં બંધ છુ માટે મારી જામીનની અરજી પર જલ્દીમાં જલ્દી સુનાવણી થાય. ત્યારબાદ ગયા સપ્તાહે રાજસ્થાન હાઈકોર્ટમાં આસારામ કેસમાં સુનાવણી થવાની હતી પરંતુ વકીલ ઉપસ્થિત ન હોવાના કારણે આ સુનાવણી ટળી ગઈ હતી અને હવે તે 8 માર્ચે થશે.
તમને જણાવી દઈએ કે યૌન ઉત્પીડન મામલે વર્ષ 2013માં આસારામને મધ્ય પ્રદેશના છિંદવાડા આશ્રમ અરેસ્ટ કરવામાં આવ્યા હતા.. 25 એપ્રિલ, 2018ના રોજ આસારામને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા સંભળાવવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષોથી આસારામને જામીન નથી મળ્યા. જૂન 2020માં પણ આસારામો પોતાની જામીન અરજી આપી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવીને કહ્યુ હતુ ક આસુમલ હરપલાની ઉર્ફે આસારામને અસ્થાયી જામીન આપવામાં આવશે નહિ કારણકે આ દિવસોમાં જો તે બહાર આવે તો તેમના અનુયાયી મોટી સંખ્યામાં મળવા પહોંચશે અને કોરોના સંક્રમણ ફેલાવવાનુ જોખમ ઉભુ થઈ જશે. તમને જણાવી દઈએ કે સગીરા પર રેપ કરવા મામલે આસારામનો પૉકસો એક્ટ હેઠળ આજીવન કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
