'મોદી દરગાહમાં ચાદર ચડાવશે, પછી બાળકીઓના માથેથી હિજાબ છીનવી લેશે...', ઓવૈસીએ ભાજપ-આરએસએસ પર સાધ્યુ નિશાન
Asaduddin Owaisi News: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે (18 ફેબ્રુઆરી) મહારાષ્ટ્રના અકોલામાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'પીએમ મોદી દરગાહમાં ચાદર ચઢાવે છે પરંતુ આપણી છોકરીઓના માથા પરથી હિજાબ છીનવી લેશે.'
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "પીએમ મોદી ખ્વાજા અજમેરીની દરગાહ પર ચાદર ચઢાવે છે, પરંતુ ખ્વાજા અજમેરી માટે આ કેવો પ્રેમ છે કે તમે મસ્જિદ છીનવી લેશો. તમે મસ્જિદ પર ચાદર ચડાવી દેશો, પરંતુ અમારી છોકરીઓના માથા પરથી હિજાબ છીનવી લેશો, આ કેવો પ્રેમ છે?

ઓવૈસીએ કહ્યું કે, 'તમે જોયું જ હશે કે દિલ્હીમાં 500 વર્ષ જૂની એક મસ્જિદને કોઈપણ સૂચના વિના તોડી પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે, મેં સંસદમાં એક વાત કહી હતી, જેને હું ફરીથી પુનરાવર્તિત કરું છું કે ભારતીય મુસ્લિમો એકદમ એવી જ લાગણી અનુભવી રહ્યા છે જેવી હિટલરના જમાનામાં યહૂદીઓએ કરી હતી.'
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણનું બીજેપીમાં જોડાવું એ 'આરએસએસની અસલી ટીમ અને બીજેપીની બી ટીમ'ની અસર છે. ઓવૈસીએ કહ્યું, "અશોક ચવ્હાણે ભાજપમાં જોડાવા કોંગ્રેસ છોડી દીધી. મેં સાંભળ્યું છે કે કમલનાથ પણ આવું કરી શકે છે. AIMIMને એક સમયે BJPની B ટીમ કહેવામાં આવતી હતી. હવે મને કહો, RSSની અસલી ટીમ કઈ છે? ભાજપની અસલી ટીમ કઈ છે?
આરએસએસ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ 'મુસ્લિમ વિરોધી' ન હતા પરંતુ આરએસએસ તેમને 'ઈસ્લામ વિરોધી' તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમોની ફરજ છે કે તેઓ મસ્જિદોની સુરક્ષા કરે અને તેઓએ વિચારવું જોઈએ કે બાબરી મસ્જિદ હજુ પણ અસ્તિત્વમાં છે. તેમણે કહ્યું કે, આપણે આપણા સમાજના તે સાપને ઓળખવા જોઈએ જે આપણને ધર્મનિરપેક્ષતાના નામે ડરાવે છે.
क्या ये नाम निहाद सेक्युलर पार्टियाँ @BJP4India को रोक पाएंगे, क्या उन्होंने 2014 और 2019 में भाजपा को सत्ता में आने से रोका था,
— AIMIM (@aimim_national) February 16, 2024
देश में जो माहौल बन रहा है उसे रोकना है और उसको रोकने के लिए आपको नेता बनना पड़ेगा - Barrister @asadowaisi#AsaduddinOwaisi #OwaisiInBihar #INDIA #BJP pic.twitter.com/Rnb85iBggL
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
