Asad Ahmed Encounter : અતિક અહેમદનો પુત્ર એનકાઉન્ટરમાં ઠાર, શુટર ગુલામનું પણ મોત
Asad Ahmed Encounter : ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અને અતીક અહેમદના પુત્ર અસદ એનકાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. આ એનકાઉન્ટરમાં શુટર ગુલામનું પણ મોત થયું હતું. આ બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.
શુટર ગુલામને ઉત્તર પ્રદેશ એસટીએફને ઝાંસીમાં ઠાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અસદ અને ગુલામ પાસે નવા સીમ કાર્ડ અને મોબાઇલ હતા.

તેમની પાસેથી વિદેશી હથિયારો પણ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, અસદ અને ગુલામે પોલીસ પર ફાયરિંગ કર્યું અને જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બંનેના મોત થયા હતા.
ઉત્તર પ્રેદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અસદના એનકાઉન્ટર પર ટ્વિટ કર્યું - ઉત્તર પ્રદેશ એસટીએફને અભિનંદન, ઉમેશ પાલ એડવોકેટ અને પોલીસ કર્મચારીઓના હત્યારાઓના પણ એવા જ હાલ થવાના હતા!
ગુલામ ઉમેશ પાલ હત્યા કેસમાં પણ સામેલ હતો, જે કેસ સંબંધિત સીસીટીવી ફૂટેજમાં કેપ પહેરીને જોવા મળ્યો હતો.
ગુલામ ફરાર થઈ ગયો હતો. તેઓ અતીક અહેમદના પરિવાર સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. તે મરિયાડીહનો રહેવાસી હતો, જ્યાં ભૂતકાળમાં આ ટોળકીએ અનેક સનસનીખેજ ઘટનાઓને અંજામ આપ્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસ છેલ્લા ઘણા દિવસોથી ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતીક અહેમદના પુત્ર અસદને શોધી રહી હતી. અસદ દિલ્હીમાં 15 દિવસ રોકાયા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ તે દક્ષિણ અને પશ્ચિમ દિલ્હી સિવાય અન્ય સ્થળોએ 15 દિવસ સુધી છુપાયો હતો.
જે બાદમાં તેણે દિલ્હીથી પોતાનું લોકેશન પણ બદલી નાખ્યું. ગયા મહિને, UP STFની સૂચના પર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટે આર્મ્સ એક્ટ કેસમાં અસદને મદદ કરવાના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને UP STFને સોંપ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં, 24 ફેબ્રુઆરીના રોજ, ઉમેશ પાલ અને તેના બે સુરક્ષા કર્મચારીઓની ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેની મદદથી મોટાભાગના શૂટરોની ઓળખ થઈ હતી.
ઘટનાના બીજા દિવસે ઉમેશ પાલની પત્ની જયા પાલે ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાવી હતી. આ એફઆઈઆરમાં પૂર્વ સાંસદ અતીક અહેમદ, તેમના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, અતીકના બે પુત્રો, અતીકના સાથી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય નવને હુમલા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ પછી, પોલીસે ગુનેગારોને પકડવા માટે ઘણી ટીમો બનાવી અને ઝડપી કાર્યવાહી કરી, જેના પરિણામો પણ સામે આવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
