અરવિંદ કેજરીવાલે 2 જૂને કરવુ પડશે સરેન્ડર, જામીન લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત
Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આગોતરા જામીન લંબાવવાની અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરીવાલની અરજી લેવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે પણ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી લિકર પૉલિસીનો કેસ ચાલી રહ્યો છે. કેજરીવાલે કોર્ટને તેમના જામીન 7 દિવસ વધારવાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે તેનો ઇનકાર કરી દીધો હતો.

રજિસ્ટ્રીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મુખ્ય મંત્રીને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે કેજરીવાલે 2 જૂન સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં જજ મહેશ્વરીની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે આ મામલે કોઈ આદેશ આપી શકીએ નહીં. આ માટે તમે ચીફ જસ્ટિસ પાસે જાઓ. આ મામલે મુખ્ય ન્યાયાધીશ નિર્ણય કરશે.
મંગળવારે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ તબીબી આધાર પર સાત દિવસની વચગાળાની રાહત માંગી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે, આ કોઈપણ રીતે કોર્ટ દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ નથી. પરંતુ કોર્ટે કહ્યું કે આ અંગે સીજેઆઈ નિર્ણય લેશે.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, ED દ્વારા તેમને પૂછપરછ માટે 9 સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે ઈડી સમક્ષ હાજર થયા ન હતા. ઈડીનો આરોપ છે કે કેજરીવાલ આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે. જો કે ધરપકડ થયા બાદ પણ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું ન હતું અને જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
