ઘર પર હુમલા બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- 'દેશ માટે જીવ આપી શકીએ'
ઘર પર હુમલા બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- 'દેશ માટે જીવ આપી શકીએ'
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી ઘર પર બુધવારે કેટલાક લોકોએ તોડફોડ કરી. જેના પર સીએમ કેજરીવાલે કેન્દ્રની સત્તા પર રહેલ ભારતીય જનતા પાર્ટી પર વાક્પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે દુનિયાની સૌથી મોટી અને સત્તાધારી પાર્ટી દિલ્હીમાં આવી ગુંડાગર્દી કરશે તો દેશના યુવાનોને શું સંદેશો આપશે? આવી રીતે દેશ આગળ ના વધી શકે. વધુમાં કેજરીવાલે કહ્યું કે દેશ માટે હું મારો જીવ પણ આપી શકું છું.

કથિત રીતે તેમના જીવને ખતરો હોવાના એક દિવસ બાદ કેજરીવાલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'ધી કાશ્મીર ફાઇલ્સ' વિરુદ્ધ તેમની ટિપ્પણી પર પ્રદર્શનો વચ્ચે ભાજપ સમર્થિક પ્રદર્શનકારીઓ દ્વારા તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.
કેજરીવાલે કહ્યું કે દેશની સૌથી મોટી પાર્ટી જે કેન્દ્રમાં સત્તામાં છે, જો આવા પ્રકારની ગુંડાગર્દીનો સહારો લે છે તો આ લોકો વચ્ચે એક ખરાબ સંદેશો ફેલાવશે. લોકો વિચારશે કે આ સાચી રીત છે. કેજરીવાલે સલાહ આપતાં કહ્યું કે આવી રીતે આગળ ના વધો.
જણાવી દઈએ કે બુધવારે (30 માર્ચે) નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ સીએમ કેજરીવાલના મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ મુખ્યમંત્રી આવાસ સમક્ષ મોટા પાયે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "પંજાબ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવી ના શક્યા માટે ભાજપ તેમને મારવા માંગે છે." દિલ્હીના ડેપ્યૂટી સીએમે કહ્યું મુખ્યમંત્રી આવાસ પર આજના હુમલાથી માલૂમ પડે છે કે ભાજપ પોલીસની મદદથી કેજરીવાલને મારવા માંગે છે. અમે તેમની વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવશું.
ઉપરાંત તેમણે ટ્વિટર પર 35 સેકન્ડની એક ક્લિપ જાહેર કરી, જેને "કાચું સીસીટીવી ફુટેજ" કહ્યું. ક્લિપમાં લગભગ બે ડઝન પ્રદર્શનકારી પુરુષોને ફાટક સુધી ચાલતા અને એક સુરક્ષા બેરિયરને પાડતા જોવા મળ્યા છે. પાર્ટીએ કહ્યું ભાજપના ગુંડાઓએ દિલ્હી પોલીસની હાજરીમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા અવરોધક તોડી નાખ્યા.
આ વાત સીએમ કેજરીવાલ જ્યારે રાજ્યના પરિવહન મંત્રી કૈલાશ ગહલોત સાથે આઈપી ડિપોથી ઈલેક્ટ્રિક ઑટોરિક્શોને લીલી ઝંડી દેખાડવા પહોંચ્યા ત્યારે કહી. આ અવસર પર મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઈ-ઑટોને 3500 લોકો ચલાવશે. જેનાથી 3500 લોકોને રોજગાર મળશે, જેમાંથી 500 મહિલાઓ હશે. આ ગર્વની વાત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
