Arvind Kejriwal Resign: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, બે દિવસમાં આપીશ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ
Arvind Kejriwal Resign: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેઓ બે દિવસ બાદ સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, જો જનતાને લાગે છે કે તેઓ એક ઈમાનદાર સીએમ હતા, તો તેમને ચોક્કસપણે વોટ મળશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હવે હું ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં જ્યાં સુધી દિલ્હીની જનતા પોતાનો ચુકાદો નહીં આપે. હું આજથી 2 દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ.' સીએમ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું તમારી કોર્ટમાં છું. હું તમને પૂછવા માંગુ છું કે તમે મને પ્રમાણિક માનો છો કે નહીં. તમે લોકો મને કહો કે કેજરીવાલ ઈમાનદાર છે કે ગુનેગાર? મિત્રો, બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું.
અને હું ત્યાં સુધી સીએમની ખુરશી પર બેસીશ નહીં જ્યાં સુધી જનતા ચુકાદો ન આપે કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે, હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મેં જેલમાંથી રાજીનામું આપ્યું નથી. કારણ કે, હું દેશની લોકશાહીને મજબૂત કરવા માંગતો હતો. હવે મેં સાબિત કર્યું છે કે સરકાર જેલમાંથી પણ ચલાવી શકાય છે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, ભગવાનની આપણા બધા પર ખૂબ જ કૃપા છે. તેથી જ આપણે મોટી સમસ્યાઓ સામે લડીએ છીએ અને વિજયી બનીએ છીએ. આ સાથે હું લાખો લોકોનો આભાર માનું છું જેમણે અમારા સાથીઓ માટે પ્રાર્થના કરી.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જો તમને લાગે કે હું પ્રામાણિક છું તો મને મોટી સંખ્યામાં મત આપો. હવે હું ચૂંટાયા પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ. ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. મારી માંગ છે કે, નવેમ્બરમાં મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી થવી જોઈએ.
મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું છે કે, તેઓ ડેપ્યુટી સીએમ અને એજ્યુકેશન મિનિસ્ટરનો હોદ્દો પણ ત્યારે જ સંભાળશે જો જનતાની કોર્ટ દ્વારા ચૂંટાશે. તેનો સ્પષ્ટ અર્થ છે કે મનીષ સિસોદિયા પણ દિલ્હીના આગામી સીએમ નહીં બને.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ હવે દિલ્હીના સીએમ બની શકે છે. જોકે આતિશી માર્લેના, રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહના નામ પણ આ યાદીમાં છે.
आज मैं जनता से पूछने आया हूँ कि आप केजरीवाल को ईमानदार मानते हो या गुनाहगार
— AAP (@AamAadmiParty) September 15, 2024
अब जब तक दिल्ली की जनता अपना फ़ैसला नहीं सुना देती है तब तक मैं CM की कुर्सी पर नहीं बैठूँगा।
मैं आज से 2 दिन बाद मुख्यमंत्री के पद से इस्तीफ़ा दे दूंगा। @ArvindKejriwal #केजरीवाल_ईमानदार_है pic.twitter.com/i59f5U9gVV
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
